Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પટેલ કેળવણી મંડળ સામે કરવામાં આવેલો દાવો રદ્દ કરવા હુકમ

આસામીએ વારસ અને વહીવટકર્તાનો કર્યાે હતો દાવોઃ

જામનગર તા. ૧૫: જામનગરના પટેલ કેળવણી મંડળની જગ્યામાં ભાડુઆત તરીકે રહેલા એક આસામીએ તે જગ્યા ખાલી કરાવવામાં ન આવે તે માટે મંડળ ટ્રસ્ટ સામે સિવિલ કોર્ટમાં દાવો કર્યાે હતો. તે દાવો રદ્દ કરવાનો અદાલતે આદેશ કર્યાે છે.

જામનગરના પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટની માલિકીની જગ્યામાં ચંદુભાઈ ભગવાનજી પટેલ કે જેઓ નાગજીભાઈ માવજીભાઈ પટેલના વારસ અને વહીવટ કરનાર છે. તેઓ હાલમાં ટ્રસ્ટની જગ્યામાં ભાડુઆત પણ છે.

તેઓએ ભાડુતી જગ્યાનો ટ્રસ્ટ કે અન્ય વ્યક્તિઓ કબજો ન છીનવે અને હરકત, અડચણ ન કરે તે માટે દીવાની અદાલત સમક્ષ દાવો કર્યાે હતો. તે દાવો ચાલવા પર આવતા ટ્રસ્ટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ચંદુભાઈ દ્વારા નાગજીભાઈના વારસ કે વહીવટકર્તા અંગે કોઈ પુરાવા રજૂ કરાયા નથી અને જગ્યાના કબજેદાર હોવાનો પણ પુરાવો આપ્યો નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વાદીનો દાવો રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. ટ્રસ્ટ તરફથી વકીલ પ્રદીપ દેસાઈ, ધવલ વજાણી, રાધા મોદી, જાનકી ભૂત, માનસી ફટાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh