Advertisement
Author: નોબત સમાચાર

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેંકના સંચાલક મંડળમાં કમિટી સભ્ય તરીકે મૂળુભાઈ બેરા

ધી જામનગર ડિસ્ટ્રીકટ બેંક તરફથી બિનહરીફ ચૂંટાયા

જામનગર તા. ૧૬: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિ., અમદાવાદની એપેક્ષ બેંકમાં સંસ્થાપક મંડળની ટર્મ પૂરી થતાં તેની મેનેજીંગ કમિટીના સભ્યોનું દરેક જિલ્લા બેંકની કમિટીના સભ્યોમાંથી એક પ્રતિનિધિને ચૂંટી કાઢીને સંચાલક મંડળ આવતા પાંચ વર્ષ માટે ગઠન કરવાનું થતું હોય ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચીફ એકઝીક્યુટીવ ઓફિસર તરફથી આ બેંકનું પ્રતિનિધિ ચૂંટીને મોકલવા તેમના તા. ૧૬-૧૦-૨૦૨૪ ના પત્રથી જાણ કરવામાં આવેલ હતી.

આ હકીકતે આ બેંકના પ્રતિનિધિને ચૂંટીને મોકલવાની કામગીરી પ્રાંત અધિકારી જામનગર શહેર તરફથી ચૂંટણી અધિકારી તરીકે તેઓની સૂચના પ્રમાણે જામનગરના મામલતદારના અધ્યક્ષસ્થાને ધી જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકના બોર્ડના ડીરેકટર સભ્યોની મિટિંગ પ્રતિનિધિની ચૂંટણી કરવા માટે બોલાવવામાં આવી હતી. ત્યારબાદ એપેક્ષ બેંકમાં આ બેંકના પ્રતિનિધિના હોદ્દા માટેની દરખાસ્ત રજુ કરવા જાહેરાત થતાં બેંકના મેનેજીંગ ડીરેકટર ધરમશીભાઈ આર. ચનીયારાએ આ બેંકના પ્રતિનિધિ તરીકે મૂળુભાઈ એચ. બેરાના નામની દરખાસ્ત મુકેલ જેને ડીરેકટર હેંમતભાઈ એચ. ખવાએ ટેકો આપતા અને આ સામે કોઈનો વાંધો નહી લેતા તથા અન્ય કોઈ ઉમેદવારની દરખાસ્ત નહીં આવતા મૂળુભાઈ બેરાને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક, અમદાવાદના સંચાલક મંડળમાં કમિટી સભ્ય તરીકે બીનહરીફ રીતે ચૂંટી કાઢવામાં આવ્યા છેે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh