Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે એક વર્ષ પહેલાં વૃદ્ધના સ્કૂટર આડે બાઈક રાખી દઈ એક શખ્સે ફડાકા ઝીંકી રૂા.૯૦૦ રોકડા ખિસ્સામાંથી કાઢી લેવા ઉપરાંત હાથની આંગળીમાંથી રૂા.૭૦ હજારની વીટીની લૂંટ ચલાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
આ કિસ્સાની વધુ વિગત મુજબ જામનગરના અંબર સર્કલ તરફથી જુના રેલવે સ્ટેશન તરફ ગઈ તા.૨૦-૯-૨૩ના દિને જઈ રહેલા વસંતભાઈ જયંતિલાલ વોરા નામના વૃદ્ધના સ્કૂટરને એક બાઈકચાલકે પોતાનું વાહન આડુ ઉભુ રાખી રોકાવ્યું હતું.
તે પછી માથાકૂટ કરી બાઈકચાલકે ગાળો ભાંડી હતી અને વસંતભાઈના હાથમાંથી રૂા.૭૦ હજારની કિંમતની સોનાની વીટી કાઢી લઈ ફડાકો ઝીંકયો હતો અને ખિસ્સામાંથી રૂા.૯૦૦ ઝંૂટવી લીધા હતા. તેની પોલીસમાં ફરિયાદ કરાતા તપાસના અંતે પોલીસે સદામ કાસમ કાચલીયા નામના શખ્સની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા અદાલતમાં સરકાર પક્ષે ૧૭ સાક્ષીના નિવેદન રજૂ કરાવ્યા હતા. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી સદામ કાસમ કાચલીયાને તક્સીરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial