Advertisement
Author: નોબત સમાચાર

નગરના વેપારીને ચેક પરતના ત્રણ કેસમાં એક-એક વર્ષની કેદની સજા

વેપારી સામે કોર્ટમાં કરાઈ છે ચાર ફરિયાદઃ

જામનગર તા. ૨૧: જામનગરના કાશી વિશ્વનાથ રોડ પર દુકાન ચલાવતા એક આસામીને ચેક પરતના ત્રણ કેસમાં અદાલતે એક-એક વર્ષની કેદની સજા ફટકારી છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર વસવાટ કરતા દિલીપ પ્રભુભાઈ ઉદાણી પાસેથી કાશી વિશ્વનાથ રોડ પર જે.કે. ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા જગદીશભાઈ બથીયાએ રૂ. ૧૮ લાખ હાથઉછીના મેળવી પેઢીના ચાર ચેક આપ્યા હતા. તે તમામ ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા.

આ બાબતની દિલીપ ભાઈએ અદાલતમાં ચાર ફરિયાદ નોંધાવી હતી. તે પૈકીની ત્રણ ફરિયાદ ચાલી જતા અદાલતે આરોપી જગદીશભાઈ બથીયાને ત્રણેય કેસમાં એક-એક વર્ષની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવાશે. આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh