Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરપાઈ કરેલા રૂ. ૧૧ લાખ આપવા પડશે પરતઃ
જામનગર તા. ૨૧: જામનગરના એક જાણીતા તબીબનું વીજ મીટર કબજે કરી સીલ ટેમ્પર્ડ હોવાનો આરોપ મૂકી રૂ. ર૧ લાખ ઉપરાંતનું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું. તે બીલની અડધી રકમ ભરપાઈ કરી આ તબીબે ગાંધીનગર સ્થિત અધિકારી સમક્ષ અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં તબીબને તેઓની ભરેલી રકમ પરત આપવા અને બીલ રદ્દ કરવાનો હુકમ કરાયો છે.
જામનગરના જાણીતા ડો. એલ.એસ. વોરાએ સોલાર પેનલ લગાવવા અંગે અરજી કર્યા પછી વીજ કંપનીએ તેમનું હૈયાત મીટર ઉતારી લઈ તેને લેબોરેટરીમાં મોકલ્યંુ હતું. મીટર ઉતારતી વખતે તેના સીલથી માંડીને દરેક બાબત બરાબર હોવા છતાં લેબોરેટરીમાં સીલ ટેમ્પર્ડ હોવાનું દર્શાવી તેઓને રૂ. ૨૧ લાખ ૧૮,૬૬૮નું વીજચોરીનું બીલ આપવામાં આવ્યું હતું.
તે બીલની અડધી રકમ જમા કરાવી ડો. એલ.એસ. વોરાએ ગાંધીનગર સ્થિત ચીફ ઈલેકટ્રીકલ ઈન્સ્પેક્ટર સમક્ષ અપીલ નોંધાવી હતી. અપીલ પહેલાં વીજ અધિનિયમની કલમ ૧૨૬ હેઠળ આકારણી બીલ અપાયું હતું. તેની સામે વાંધો લેવામાં આવ્યો હોવા છતાં આ ગ્રાહકને સાંભળવાની તક આપ્યા વગર વીજ કંપનીએ મનસ્વી વર્તન દાખવ્યું હતું. તેથી ગ્રાહકે રૂ. ૧૧ લાખ ભરી અપીલ કરી હતી.
ઉપરોક્ત અપીલ ચાલવા પર આવતા ગ્રાહક તરફથી દલીલ કરાઈ હતી કે, મીટર ઉતારતી વખતે લાકડાનું બોક્સ તૂટેલુ હોવા માત્રથી વીજચોરી સાબિત થતી નથી, લેબ.માં પણ મીટર પરનું સીલ અને ટર્મીનલ બોેકસનું સીલ બરાબર જણાઈ આવ્યું હતું. તે ઉપરાંત મીટરના એમઆરઆઈ ડેટા લેવાયા ન હતા અને મીટર ઉતારનાર અધિકારીએ ખોટી રીતે સીલ ટેમ્પર્ડ બતાવ્યું હતું. ઉપરોક્ત દલીલો ગ્રાહ્ય રાખી તેઓનું બીલ રદ્દ કરવાનો અને ભરપાઈ કરેલી રકમ પરત આપવાનો વીજ કંપનીને હુકમ કરાયો છે. ડો. એલ.એસ. વોરા તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial