Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં
સુરત તા. ર૧: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
ભારતમાં દર વર્ષે ર૧ ઓકટોબરે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત અને તેનો ૬ર મો પોલીસ સ્મૃતિ દિવસ ઉજવી રહ્યું છે. આજે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ છે. અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, તમામ શહીદોને સલામ કરૃં છું. ર૧૭ થી વધુ પોલીસજવાનોને કુદરતે સલામી આપી, સાથે સાથે પોલીસ કુદરતી આફતોમાં ફ્રન્ટ વોરિયર રહી છે, તમામ લોકોની ફરજનિષ્ઠાનો આભાર માનું છું અને સમાજની રક્ષા કરતા શહાદત વહોરી છે તેને લઈ વંદન કરૃં છું તમામ પોલીસની અદ્દભૂત ડ્યુટીને લઈ આભાર માનું છું.
તિબેટમાં ચીન સાથે ભારતની ર,પ૦૦ માઈલ લાંબી સરહદ છે. ર૧ ઓકટોબર ૧૯પ૯ ના આ સરહદની સુરક્ષાની જવાબદારી ભારતના પોલીસકર્મીઓની હતી. ર૦ ઓકટોબર ૧૯પ૯ ના રોજ, ચીની હુમલાના એક દિવસ પહેલા, ભારતે ૩જી બટાલિયનની એક કંપનીને ઉત્તર પૂર્વ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સના વિસ્તારમાં તૈનાત કરી. આ કંપનીને ત્રણ યુનિટમાં વિભાજીત કરીને સરહદની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી.
હંમેશની જેમ આ કંપનીના કર્મચારીઓ નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતાં. ર૦ ઓકટોબરે બપોર સુધીમાં ત્રણમાંથી બે ટુકડીઓ બપોર સુધીમાં પરત આવી હતી. પરંતુુ ત્રીજી ટુકડીના સૈનિકો તે દિવસે પાછા ફર્યા ન હતાં. તે ટુકડીમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને એક કુલી હતા. તેઓને સ્મરીને તમામ શહીદોને આ દિવસે યાદ કરાતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial