Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપંગ યુવાન સાથે અથડાઈ પડવાની બાબતે
જામનગર તા. ૨૧: જામનગર તાલુકાના સિક્કામાં અઢાર વર્ષ પહેલાં એક અપંગ યુવાન સાથે ટકરાઈ પડવાના પ્રશ્ને એક શખ્સે સલાયાના યુવાનની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને સાત વર્ષની કેદની સજા અને રૂ. રપ હજારનો દંડ ફટકાર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા મુસાભાઈ એલિયાશ ભગાડ નામના અપંગ વ્યક્તિ અને તેના ભાઈઓ ગઈ તા.૧૨-૮-૨૦૦૬ના દિને સિકકા ગામમાં યોજાયેલા ઉર્ષ તથા કવ્વાલીના એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં કરીમ ઓસમાણ વાઘેર ઉર્ફે ટીચુકડો નામનો શખ્સ મુસાભાઈ સાથે ટકરાઈ પડ્યો હતો તેથી આ વિકલાંગ વ્યક્તિ પડી ગયા હતા. આ વેળાએ સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ ટીચુકડાને કહેતા તેણે ઈશાક એલિયાશ ભગાડ પર છરી તથા મુઠથી હુમલો કર્યાે હતો.
હુમલામાં ગંભીર ઈજા પામેલા ઈશાકને સિક્કાની હોસ્પિટલ તથા ત્યાંથી વધુ સારવાર માટે જામનગર દવાખાને લઈ જવાયો હતો. પોલીસે હત્યા પ્રયાસનો ગુન્હો નોંધી કરીમ ઉર્ફે ટીચુકડાની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં એડી. ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ વી.પી. અગ્રવાલે આરોપી કરીમ ઓસમાણ વાઘેર ઉર્ફે ટીચુકડાને હત્યા પ્રયાસના કેસમાં તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા અને રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારાઈ છે. દંડની રકમ ઈજા પામનારને વળતર પેટે ચૂકવી અપાશે. સરકાર તરફથી પીપી પિયુષ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial