Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બે સ્થળે ઘરફોડ ચોરીને અંજામ આપનાર બેલડી ઝડપાઈ ગઈ

રૂપિયા સાડા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ

જામનગર તા. ર૧: જામનગરમાં છ મહિના પહેલાં બે મકાનમાં ચોરી કરનાર બે શખ્સને પોલીસે દબોચી લઈ રોકડ, સોનાના દાગીના, ઢાળીયો, છ મોબાઈલ સહિત રૂ. સાડા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગર શહેરમાં છએક મહિના ૫હેલાં ઘરફોડ ચોરી થયાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. તેની ચાલી રહેલી તપાસ દરમિયાન સિટી એ ડિવિઝનના સ્ટાફને આ ચોરીમાં સંડોવાયેલા શખ્સો અંગે બાતમી મળી હતી.

તે બાતમીથી પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પોલીસે વોચ રાખી મોરકંડા રોડ પર સનસિટી નજીકથી એજાઝ શેખ ઉર્ફે એજલા ચાલબાજ તથા તોહિત ખાન ફિરોઝખાન શેખ ઉર્ફે પપ્પુ નામના બે શખ્સને દબોચી લીધા હતા. આ શખ્સોની તલાશી લેવાતા તેની પાસેથી રૂ. ૨ લાખ ૪૭ હજાર રોકડા, સોનાના બે ચેઈન, સોનાનો ઢાળીયો, છ મોબાઈલ મળી કુલ રૂ. ૩,૬૯,૮૦૦ની મત્તા મળી આવી હતી.

આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બે મકાનમાં છ મહિના પહેલા ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે. આરોપી એજલા ચાલબાજ સામે જામનગરના બે પોલીસ સ્ટેશન ઉપરાંત રાજકોટના બે પોલીસ સ્ટેશન અને ગાંધીધામના ભીમાસર પોલીસ મથકમાં ચોરીના પાંચ ગુન્હા નોંધાયેલા હોવાનું ખૂલ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh