Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વસઈના આસામીના મોબાઈલની ઉઠાંતરીઃ
જામનગર તા. ર૧: જામનગરના મોટી ખાવડી ગામ પાસેથી બે આસામીના હીરો મોટરસાયકલની ચોરી થઈ છે. જયારે વસઈના ટ્રાન્સપોર્ટરનો મોબાઈલ જામનગરમાં ઉપડી ગયો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં સલાઉદ્દીન હુસેનભાઈ કુપર નામના બેડ ગામના આસામીએ શુક્રવારે સવારે પોતાનું જીજે-૧૦-સીપી ૯૨૮૭ નંબરનું બાઈક રાખ્યું હતું. ત્યાંથી રૂ. ૨૫ હજારનું આ વાહન હેન્ડલ લોક કરેલુ હોવા છતાં કોઈ શખ્સ હંકારી ગયો છે.
લાલપુરના સીંગચ ગામમાં રહેતા બાબુભાઈ બુધાભાઈ દાફડા નામના આસામીએ પણ શુક્રવારે મોટી ખાવડી પાસેથી પોતાનું જીજે-૧૦-સીએલ ૯૫૭૪ નંબરનું અને રૂ. ૩૦ હજારની કિંમતનું હીરો મોટર સાયકલ ચોરાઈ ગયાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા રાજભા ગજુભા જાડેજા નામના આસામી ગઈ તા.૧૩ની રાત્રે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા દિગ્જામ સર્કલ નજીક હતા ત્યારે તેમના ખિસ્સામાંથી કોઈ શખ્સે રૂ. ૨૫,૦૦૦ની કિંમતનો વિવો કંપનીનો મોબાઇલ ચોરી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial