Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી સાથેનું આ પ્લેન સબસલામત જાહેર થયું:
જામનગર તા. ૨૧: જામનગરથી હૈદરાબાદ જતા એક પ્લેનમાં બોમ્બ મુકાયો હોવાની જાણકારી ઈ-મેઈલ મારફત કોઈએ શનિવારે આપ્યા પછી કલેકટર તથા એસપીના વડપણ હેઠળની ટીમે બીડીડીએસને સાથે રાખી સતત ચાર કલાક સુધી તે વિમાનની સઘન ચકાસણી કરી હતી અને સબ સલામત જણાઈ આવતા પ્લેનને રવાના કરવામાં આવ્યું હતું. તે પ્લેનમાં આંધ્ર પ્રદેશના એક મંત્રી પણ હતા.
જામનગરથી હૈદરાબાદ જતા એક વિમાનમાં બોમ્બ મુકવામાં આવ્યો છે તેવો ઈ મેઈલ મળ્યા પછી દોડધામ મચી ગઈ હતી. જિલ્લા કલેક્ટર બી.કે. પંડયા તથા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ બીડીડીએસની ટીમ તથા એલસીબી, એસઓજી અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ એરપોર્ટ દોડ્યો હતો.
ત્યાં પડેલા વિમાનની ચકાસણી શરૂ કરી દેવામાં આવી હતી. સતત ચાર કલાક સુધી વિમાનની ચકાસણી કરાઈ તે દરમિયાન તેમાં રહેલા તમામ મુસાફરોને સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા. તે વિમાનમાં આંધ્ર પ્રદેશના મંત્રી કોલુસુ પાર્થસારથી પણ હતા. તેઓ દ્વારકા દર્શનાર્થે આવ્યા પછી પરત જવા માટે હૈદરાબાદ ના આ પ્લેનમાં હતા.
સઘન ચકાસણી પછી સબ સલામતનો સંદેશો આપવામાં આવતા ચાર કલાકના અંતે તે ફ્લાઈટને હૈદરાબાદ માટે રવાના કરવામાં આવી તે પછી તંત્રવાહકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. ચકાસણીમાં જામનગર એરફોર્સની પણ મદદ લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial