Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસેથી દારૂની ૧૩૦ બોટલ સાથે ચાર ઝબ્બેઃ ધુંવાવ નજીકથી ૧૭૨ બોટલ પકડાઈ

રણજીતનગરમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલ મળી આવીઃ

જામનગર તા. ર૧: જામનગરના ધુંવાવ ગામ પાસેથી એલસીબીએ દારૂની નાની મોટી ૧૭૨ બોટલ સાથે બે શખ્સને પકડી પાડ્યા છે. જ્યારે રણજીતનગરમાંથી એક શખ્સ ૧૬ બોટલ સાથે ઝડપાયો છે. ધ્રોલ પાસેથી ચાર શખ્સને દારૂની ૧૩૦ બોટલ સાથે દબોચી લીધા છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નીલકમલ સોસાયટીની શેરી નં.૬માં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સીટી સી ડિવિઝનના સ્ટાફે શનિવારે સવારે દરોડો પાડયો હતો.

ત્યાં આવેલા નરેન્દ્રસિંહ રતનસિંહ સોઢા નામના શખ્સના મકાનમાં તલાસી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૫ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી આરોપી નરેન્દ્રસિંહની ધરપકડ કરી છે.

જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં શનિવારે રાત્રે દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી એલસીબીના દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, હરદીપ બારડ, કાસમ બ્લોચને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, એ.કે. પટેલના વડપણ હેઠળ ધસી ગયેલી એલસીબી ટીમે હાઉસીંગ સામે લાઈટ હાઉસના દરવાજા નજીકથી શંકર મનુભાઈ રોહેરા, અજય રાજેન્દ્રભાઈ બરછા નામના બે શખ્સને પકડી પાડ્યા હતા. આ શખ્સોના કબજામાંથી અંગ્રેજી શરાબની નાની મોટી ૧૭૨ બોટલ મળી આવી હતી. બોટલ, બે મોબાઈલ મળી કુલ રૂ. ૩૮૩૦૦નો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ પંચકોશી એ ડિવિઝનમાં ગુન્હો નોંધાવ્યો છે.

જામનગરના રણજીતનગર સ્થિત હુડકા પાછળ એનસીસી કવાર્ટરમાં ગઈકાલે સાંજે સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી મનિષ રમેશભાઈ દામા નામના શખ્સને દારૂની ૧૬ બોટલ સાથે પકડી પાડ્યો છે.

ધ્રોલ નજીકની ખારવા ચોકડી પાસે ગઈકાલે અરવિંદ કનુભાઈ રાઠવા નામના મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અને હાલમાં ખંભાળિયાના મોટા માંઢામાં ખેતમજૂરી કરતા શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી દારૂની બાવીસ બોટલ સાંપડી હતી.

ધ્રોલના લતીપર ગામના પાટીયા પાસેથી મોટા માંઢામાં ખેતમજૂરી કરતા સુનિલ રમેશભાઈ રાઠવા નામના શખ્સને દારૂની ૧૯ બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

મૂળ મધ્યપ્રદેશના અલીરાજ પુર જિલ્લાના વતની કલમસિંગ કેરૂભાઈ ડાવર નામના શખ્સને દારૂની ૪૪ બોટલ સાથે ધ્રોલ પોલીસે ઝડપી લીધો છે. જ્યારે પંકજ ખુમસિંગ ડાવર નામનો શખ્સ પણ ૪૫ બોટલ દારૂ સાથે ઝડપાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh