Advertisement
Author: નોબત સમાચાર

ગુન્હા બનતા અટકાવવા માટે સતર્ક તથા સાવચેત રહેવા પોલીસની અપીલ

મુતરડી પાસે રીલ બનાવતા બેને પોલીસ પાસે મોકલાયાઃ

ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયામાં જાહેર મુતરડી પાસે રીલ બનાવી રહેલા બે શખ્સને જાગૃત નાગરિકે પોલીસ પાસે મોકલી આપ્યા હતા. નાગરકોને સાવચેત તથા સતર્ક રહેવા પોલીસે અનુરોધ કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં તાજેતરમાં રામનાથ સોસાયટી વિસ્તારમાં એક સ્થળે જ્યાં લોકો મુતરડી તરીકે તેનો ઉપયોગ કરતા હતા ત્યાં ચડ્ડી-ટી શર્ટ પહેરીને બે પરપ્રાંતિય શખ્સ વીડિયો બનાવતા જોવા મળતા મુકેશભાઈ મોકરીયા નામના નાગરિકે પોલીસને જાણ કરી હતી. આ શખ્સોને અટકાયતમાં લઈ પોલીસે પૂછપરછ કર્યા પછી જે સંસ્થામાં આ શખ્સો પાણીના ટેન્કર લેવા-મૂકવા જતા તેના માલિકને બોલાવી પોલીસે સૂચના આપી હતી.

ગુરૂવારે રાત્રે એસએનડીટી સોસાયટી પાસેથી એક વેપારીના રૂ. પોણા લાખની રોકડવાળા થેલાની લૂંટ કરાઈ હતી. ત્રણેય લૂંટારૂ પોલીસની ગિરફતમાં આવી ગયા છે. પરંતુ તે પહેલાં આ શખ્સો રેકી કરવા માટે અનેકવાર તે રસ્તા પરથી નીકળ્યા હતા પરંતુ કોઈને તેમના પર શંકા પડી ન હતી. જો આ શખ્સોને કોઈએ પડકાર્યા હોત તો ચીલઝડપનો કદાચ આ બનાવ બન્યો ન હોત આમ સાવચેતી સાથે સતર્કતા રાખવાથી કેટલાક ગુન્હાઓ બનતા અટકાવી શકાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh