Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતે વીજચોરી માટે લંગર નાખતા અકસ્માતઃ
જામનગર તા. ૨૧: ધ્રોલના લૈયારા ગામ પાસે બે સપ્તાહ પૂર્વે સર્જાયેલી વીજ ક્ષતિના સમારકામ માટે ગયેલા વીજ કંપનીની કોન્ટ્રાક્ટર પેઢીના કર્મચારીનું પાવર રિટર્ન થતાં વીજ આંચકો લાગતા મૃત્યુ થયું હતું. તે અંગે તપાસ કરાયા પછી વીજ કંપનીના નાયબ ઈજનેરે જાયવા ગામના એક ખેડૂત સામે ફરિયાદ નોંધાવી છે. આ ખેડૂતે વીજચોરી માટે નાખેલા લંગરના કારણે લાઈન બંધ હોવા છતાં પાવર રિટર્ન થયો હતો.
ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ગઈ તા.૬ના દિને સર્જાયેલી વીજ ક્ષતિ રીપેર કરવા માટે વીજ કંપનીની કોન્ટ્રાક્ટર પેઢીના દશરથભાઈ મગનભાઈ પટેલ અને અન્ય વ્યક્તિઓ ગયા હતા.
આ વેળાએ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હોવા છતાં સમારકામ માટે ગયેલા કોન્ટ્રાક્ટર પેઢીના દશરથભાઈને વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. સાથે રહેલા અન્ય વ્યક્તિઓ પણ દાઝી ગયા હતા. આ બાબતે વીજ કંપની દ્વારા તપાસ કરાવાતા ધ્રોલ તાલુકાના જાયવા ગામના ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા નામના ખેડૂતે જયોતિ ગ્રામની વીજલાઈનમાંથી વીજચોરી કરવા માટે નાખેલા લંગરના કારણે પાવર રિટર્ન થયો હોવાનું જણાઈ આવ્યું હતું.
આ ખેડૂત સામે વીજ કંપનીના ધ્રોલ ઓફિસના નાયબ ઈજનેર તેજસ એ. સોનીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial