Advertisement
Author: નોબત સમાચાર

પતિના અન્ય યુવતી સાથેના સંબંધના કારણે પત્નીએ કરી લીધી આત્મહત્યા

સાસુએ જમાઈ સામે નોંધાવી પોલીસ ફરિયાદઃ

જામનગર તા. ૨૧: જામનગરના એક યુવતીના લગ્ન બજરંગપુરમાં થયા પછી આ યુવતીને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની જાણ થતાં બંને વચ્ચે વિખવાદ થયો હતો. તે પછી યુવતીએ શનિવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ યુવતીના માતાએ જમાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મંગલધામ સોસાયટીમાં રહેતા પ્રભાબેન ઓધવજીભાઈ પાટડીયા નામના કોળી પ્રોઢાની પુત્રી તન્વીબેનના લગ્ન ત્રણેક વર્ષ પહેલા જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા અને વીડિયો શુટીંગનું કામ કરતા અશોક મનસુખભાઈ સનુરા સાથે કરવામાં આવ્યા હતા.

તે પછી તન્વીબેનને જાણ થઈ હતી કે તેમના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. આ બાબતે તેઓએ પતિ સાથે વાત કર્યા પછી પતિએ તેણીને શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. થોડો સમય વીત્યે અશોક તથા સાસુ પ્રભાબેનના ઘેર આવ્યો હતો અને તેણે પત્નીની માફી માંગી પોતાની સાથે તેડી જવાની ઈચ્છા વ્યક્ત કરતા તન્વીબેન ફરીથી પતિ સાથે રહેવા માટે  આવ્યા હતા.

ત્યારપછી પણ અશોકે બીજી સ્ત્રી સાથે સંબંધ ચાલુ રાખતા અત્યંત કંટાળી ગયેલા આ પરિણીતાએ શનિવારે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો છે. આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. પ્રભાબેને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમાઈ અશોક મનસુખભાઈ સનુરા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh