Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી

રેલવે કર્મચારીઓ દર વર્ષે ૧૦૦ કલાક શ્રમદાન કરશેઃ

રાજકોટ તા. ૩: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર સ્વચ્છતા પખવાડિયાના પ્રારંભે ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે ઉપસ્થિત તમામ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતાં. આ દરમિયાન દરેકે દર વર્ષે ૧૦૦ કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાના સંકલ્પને પૂર્ણ કરવાના શપથ લીધા હતાં. ડીઆરએમ અશ્વની કુમારે દરેકને અપીલ કરી હતી કે આપણે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરવાનો સંકલ્પ લેવો પડશે. આ માટે આપણે સ્વચ્છતા પ્રત્યે સભાન રહેવું પડશે અને તેના માટે સમય આપવો પડશે. આપણે આની શરૂઆત આપણાથી, પરિવારથી, વિસ્તારથી, ગામથી અને આપણા કાર્ય સ્થળથી કરવી જોઈએ. આ માટે આપણે સંકલ્પ લેવો જોઈએ કે ન તો આપણે ગંદકી કરીશું અને ન તો બીજાને કરવા દઈશું.

અશ્વનીકુમારે હાજર રેલવે કર્મચારીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતપોતાના સ્તરે ૧૦૦ લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવે જેથી સ્વચ્છતા તરફનું આપણું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ બને.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh