Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન પોલિટિકલ ડ્રામેબાજીને આંટો લેતા પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ
વોશ્ગ્ટિંન તા. ર૧: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ મેકડોનાલ્ડ્સમાં રસોઈયા બન્યા...! લોકોને ફ્રાઈસ પીરસ્યું હતું. ટ્રમ્પે તેમના ડેમોક્રેટિક હરીફ કમલા હેરિસની પણ મજાક ઉડાવી હતી. અને કહ્યું હતું કે મેં મેકડોનાલ્ડ્સમાં કમલા હેરિસ કરતા ૧પ મિનિટ વધુ કામ કર્યુ છે. ટ્રમ્પના આ નુસ્ખાના પ્રત્યાઘાતો આપતા કેટલાક લોકોએ આને ઈન્ડિયન પોલિટિશ્યનોને આંટો લેતો ડ્રામા ગણાવ્યો હતો.
રાષ્ટ્રપતિ પદની અમેરિકાની ચૂંટણીને આડે ૧પ દિવસ બાકી છે. ત્યાં પ-નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યાર પછી નક્કી થશે કે, આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફરશે કે કમલા હેરિસ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે.
જો કે, ચૂંટણી પહેલા અમેરિકામાં રાજકારણ ખૂબ જ તેજ બની ગયું છે. અને ઈન્ડિયન પોલિટિકલ ડ્રામેબાજીને પણ આંટો લઈ જાય તેવી ડ્રામેબાજી થઈ રહી છે.
તાજેતરમાં જ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ વેનિયામાં મેકડોનાલ્ડ્સ પહોંચ્યા અને ત્યાં રસોઈયા તરીકે કામ કર્યુ હતું. એટલું જ નહીં ટ્રમ્પે તેમના ડેમોક્રેટીક હરીફ કમલા હેરિસની પણ મજાક ઉડાવી હતી. ટ્રમ્પે કહ્યું 'મેં મેકડોનાલ્ડ્સમાં કમલા હેરિસ કરતા ૧પ મિનિટ વધુ કામ કર્યુ,' કમાલ હેરિસે દાવો કર્યો હતો કે જ્યારે તે સ્ટુડન્ટ હતી ત્યારે અમેરિકામાં મેકડોનાલ્ડ્સમાં કામ કરતી હતી. ટ્રમ્પે તેમના દાવા પર તરાપ મારી ને દાવો કર્યો હતો કે, હેરિસે ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યુ નથી.
મેકડોનાલ્ડ્સ પહોંચ્યા પછી, ટ્રમ્પે રસોઈયાનો સૂટ પહેર્યો હતો અને અન્ય કર્મચારીઓ સાથે વાત કરતી વખતે ફ્રાઈસ બનાવવાનું કામ કર્યુ હતું. તેણે રેસ્ટોરન્ટના ડ્રાઈવ થ્રુમાં લોકોને ભોજન પણ પીરસ્યું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગયા મહિને જ ઈન્ડિયાના અને પેન્સિલવેનિયામાં પોતાના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ફ્રાય કૂક તરીકે કામ કરવા માંગે છે. જેથી આપણે જોઈ શકીએ કે, તે કેવી રીતે થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા બન્ને ઉમેદવારો સતત પેન્સિલવેનિયાની મુલાકાત લઈ રહ્યાં છે.
બન્ને માને છે કે, વિજય સુનિશ્ચિત કરવા માટે આ રાજ્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બન્નેએ પોતાના ચૂંટણી પ્રચાર માટે આ રાજ્યમાં કરોડો ડોલરનો ખર્ચ કર્યો છે. અમેરિકામાં પ-નવેમ્બરે યોજાનારી ચૂંટણીના બે અઠવાડિયા પહેલા બન્ને ઉમેદવારો વચ્ચે જોરદાર સ્પર્ધા છે. બન્ને ઉમેદવારો મુખ્ય રાજ્યોમાં જોરશોરથી પ્રચાર કરીને પોતાના પ્રયાસો વધારી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial