Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીસ્પેન્શરમાં છેડછાડ કરી છ આસામી સાથે કરાઈ ઠગાઈઃ
જામનગર તા. ર૧: જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ સેન્ટરમાં આઠેક દિવસ પહેલાં ઘૂસેલા ચાર શખ્સે મશીનમાં છેડછાડ કરી ચાર આસામીના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૨૨પ૦૦ ઉપાડી લીધાની મેનેજરે પોલીસ ફરિયાદ કરી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલી કલેક્ટર કચેરીની સામેના ભાગમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાનું એટીએમ સેન્ટર આવેલું છે. તે સેન્ટરમાં ગઈ તા.૧૩ના દિને કોઈ અજાણ્યા ચાર શખ્સ ઘૂસી ગયા હતા.
આ શખ્સોએ એટીએમ સેન્ટરના મશીનમાં મૂકવામાં આવેલા ડિસ્પેન્સર મશીનમાં છેડછાડ કરી જુદા જુદા છ આસામીના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૨૨,૫૦૦ ઉપાડી લીધા હતા. આ બાબતની ફરિયાદ એસબીઆઈની શાખા મેનેજર હિતેશભાઈ એન. રાયચુરાને મળતા તેઓએ તપાસ કરાવ્યા પછી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ચાર શખ્સોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. ત્યારપછી બેન્ક મેનેજરે ખુદ ફરિયાદી બની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial