Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવંગત બાબુભાઈ લાલની જન્મતિથિના દિવસે
જામનગર તા. ર૧: પૂર્વ મંત્રી દિવંગત શ્રી બાબુભાઈ લાલની જન્મતિથિના દિવસે-આવતીકાલે જામનગરમાં ધર્મ-શિક્ષણ અને માનવ સેવાના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમનું લાલ પરિવાર દ્વારા અભિનવ આયોજન છે ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં તા. રર ના રકતદાન યજ્ઞ-ગણપતિ પંડાલોના સંચાલકો તેમજ ધો.૧૦-૧રના તેજસ્વી છાત્રોના સન્માનના કાર્યક્રમો યોજાશે.
જામનગર પંથકમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે તા. રર ના શહેરમાં ધર્મ-શિક્ષણ અને માવન સેવાના ત્રિવેણી સંગમરૂપ અભિનવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તદ્દનુસાર શહેરમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ છોટીકાશીમાં ગણપતિ મહોત્સવની ઉજવણીમાં જોડાનાર ગણેશ પંડાલોના સંચાલકોનું તેમજ ધો. ૧૦-૧ર ની તેજસ્વી યુવા પ્રતિભાઓનું સન્માન કરવા સાથે રકતદાન યજ્ઞ જેવી માનવ સેવાની પ્રવૃત્તિને વેગ મળે તે માટે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ તા. રર-૧૦-ર૪ ના આયોજીત કરવામાં આવ્યો છે.
આ દિવસે ઓશવાળ સેન્ટરના વાતાનુકુલીત બેન્કવેટ હોલમાં સાંજે પ થી ૭ વાગ્યા દરમ્યાન રકતદાન યજ્ઞ તેમજ ગણપતિ પંડાલોના સંચાલકો અને ધો.૧૦-૧ર ના તેજસ્વી છાત્ર-છાત્રાઓનું સન્માન કરવામાં આવશે. આ સાથે આ પ્રસંગે શહેરના સંતો-મહેતો-ધર્માચાર્યો આશીવર્ચન આપવા પધારશે તેમ સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial