Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેક વર્ષ પહેલાં જ જામનગર રહેવા આવ્યા હતાઃ
જામનગર તા. ર૧: જામનગરના કિસાન ચોક વિસ્તારમાં મોદીના વાડા પાસે રહેતા એક ગોદરીયા યુવાને ગઈકાલે પોતાના ઘરમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળાટૂપો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. ત્રણેક વર્ષ પહેલાં જ સાવરકુંડલાથી પત્ની સાથે જામનગર રહેવા આવેલા આ યુવાન હાલમાં નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળેલા હતા.
જામનગરના કિસાન ચોક વિસ્તારમાં આવેલા મોદીના વાડામાં રહેતા સુનિલભાઈ ભરતભાઈ બરાસડીયા (ઉ.વ.૨૮) નામના યુવાને ગઈકાલે સવારે રહેણાંકની છતમાં રહેલા પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો.
આ યુવાનનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. ફુલીયા હનુમાન મંદિર પાસે ગોદરીયાવાસમાં રહેતા સન્ની મુકેશભાઈ ચોરાસીએ પોલીસને જાણ કરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ છેલ્લા ત્રણેક વર્ષથી પોતાના પત્ની સાથે સાવરકુંડલાથી જામનગર રહેવા માટે આવ્યા હતા અને હાલમાં નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આ યુવાન નાસીપાસ થઈ ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial