Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા મહિના પહેલાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૨૧: જામનગરના એક પરિવારે થોડા મહિના પહેલાં ભાણવડના ધારાગઢ પાસે દવા પી લઈ સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. તે ગુન્હામાં ઝડપાયેલા આરોપી પૈકીના એક આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના અશોકભાઈ જેઠાભાઈ ડુવા તથા તેમના પત્ની લીલુબેન, પુત્રી કિંજલ, પુત્ર જીજ્ઞેશ થોડા મહિનાઓ પહેલાં પોતાના ઘરેથી નીકળી ગયા પછી ભાણવડ તાલુકાના ધારાગઢ પાસે રેલવે ફાટક નજીક પહોંચ્યા હતા અને જ્યાં આ પરિવારે ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યા વ્હોરી હતી. પોલીસે ત્યાંથી સ્યુસાઈડ નોટ કબજે કરી હતી.
તે ચિઠ્ઠીમાં અશોકભાઈએ લખ્યા મુજબ વિશાલસિંહ ફતુભા જાડેજા, શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા, જયદીપસિંહ કનકસિંહ ઝાલા નામના શખ્સો રૂપિયા સાડા પાંચ લાખની ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી આત્મહત્યા કરતા હોવાનું લખ્યું હતું.
પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપી પૈકીના વિશાલ પરસોત્તમભાઈ પ્રાગડા, જયદીપસિંહ ઝાલાએ જામીનમુક્ત થવા ચાર્જશીટ પછી અરજી કરી હતી. અદાલતે જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી જયદીપસિંહ ઝાલાની જામીન અરજી રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial