Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંધકામવાળી જમીનનો
જામનગર તા. ર૧: બાંધકામવાળી જમીનનો વેંચાણ દસ્તાવેજ ખુલ્લા પ્લોટની જમીન તરીકે ન કરવા સ્ટેમ્પ ડ્યુટી કલેકટર દ્વારા નાગરિકોને અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે બાંધકામવાળી જમીનની ખુલ્લા પ્લોટ તરીકે નોંધણી કરાવવામાં આવે તો ખુટતી ડ્યુટીની ૧૦ ગણી રકમ સુધી વસુલ કરવા અંગેની કાર્યવાહી થઈ શકે છે.
જામનગર જિલ્લામાં બિનખેતી થયેલ જમીન ખરીદ કરતા સમયે તે અંગેના વેચાણ દિતાવેજ સબંધીત સબરજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવતી વખતે જો જમીન ઉપર કોઈપણ પ્રકારનું બાંધકામ હોય અને વેંચાણ દસ્તાવેજની ખુલ્લા પ્લોટની જમીન તરીકે નોંધણી કરાવવી એ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯પ૮ ની જોગવાઈઓનો ભંગ ગણાય છે.
બાંધકામવાળી જમીન ખુલ્લા પ્લોટ વાળી જમીન તરીકે નોંધણી કરાવવામાં આવે તો ખુટતી સ્ટેમ્પ ડ્યુટી સહિત દંડ તરીકે રૂ. પ થી ખુટતી ડ્યુટીની ૧૦ ગણી રકમ સુધી વસુલ કરવા અંગેની કાર્યવાહી સ્ટેમ્પ ડ્યુટી કચેરી દ્વારા કરવામાં આવશે. જેથી બાંધકામવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ ખુલ્લા પ્લોટની જમીન તરીકે ન કરવામાં આવે તેની નોંધ લેવા જામનગર જિલ્લાના તમામ નાગરિકોને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial