Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જલારામ જયંતી ઉજવણી સમિતિએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી નવી પેઢીને સોંપ્યું સુકાન

જીતુભાઈ લાલ સહિત ૧૩ સભ્યોએ પચ્ચીસ વર્ષ સુધી જવાબદારી સંભાળી હતીઃ

જામનગર તા. ર૧: જામનગર શહેરમાં સતત રપ વર્ષ સુધી લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) નું આયોજન કરનાર જલારામ જયંતી મહોત્સવ સમિતિના તમામ સભ્યોએ નવી પેઢીને સુકાન સોંપ્યું છે.

જામનગર શહેરમાં છેલ્લા રપ વર્ષ સુધી જલારામ જયંતી અવસરે સમસ્ત લોહાણા સમાજના સમૂહ ભોજન (નાત) નું આયોજન જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ સમિતિના ૧૩ સભ્યો શ્રી જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનિષભાઈ તન્નાએ રપ-રપ વર્ષ સુધી આ જવાબદારી વહન કરી રહ્યા છે.

આ તમામ ૧૩ સભ્યોએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી ઐતિહાસિક નિર્ણય કરેલ છે અને આ સમિતિના સભ્યો હવે સ્થાપક સભ્યો તરીકે માર્ગદર્શક સેવા આપશે. તાજેતરમાં જામનગર લોહાણા મહાજનના પ્રમુખપદની જવાબદારી સતત ર૧ વર્ષ સુધી સંભાળ્યા પછી જીતુભાઈ લાલે આ પદને સ્વૈચ્છિક રીતે છોડી નવી પેઢીને જામનગર લોહાણા મહાજનનું સુકાન સોંપ્યું. એ પછી તાજેતરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલની વરણી થતાં તેઓએ છેલ્લા પચ્ચીસ-પચ્ચીસ વર્ષથી જામનગર શહેરમાં લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત)નું આયોજન કરતી જલારામ જયંતી મહોત્સવ સમિતિની જવાબદારી પણ સ્વૈચ્છિક રીતે છોડીને તમામ ૧૩ નવયુવાન સભ્યોને આ જવાબદારી સુપ્રત કરી છે.

આ સમિતિના નવા સભ્યો તરીકે સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દત્તાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલ, નિશિત રાયઠઠ્ઠા, વિશાલ પોપટ, રવિ અઢિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્યારના સમયમાં જ્યારે સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓમાં પદ લેવા માટે ખેંચતાણ જોવા મળી રહી છે તેવા સમયે જીતુભાઈ લાલે આ રીતે વધુ એક સંસ્થાની જવાબદારીમાંથી સ્વૈચ્છિક રીતે મુક્ત થઈને યુવા પેઢીને સુકાન સોંપવાનો કરેલો નિર્ણય ઉદાહરણરૂપ બની રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh