Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક
જામનગર તા. ર૧: જામનગરમાં ગઈકાલે બપોર સુધી અનુભવાયેલા અસહ્ય બફારા પછી વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી. ૧.ર ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું.
જામનગરમાં ગઈકાલે સવારથી જ બફારો અનુભવાઈ રહ્યો હતો. બપોર સુધીમાં અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં. બપોરે પલટાયેલા હવામાન પછી સમગ્ર આકાશમાં કાળાડિંબાગ વાદળો છવાઈ ગયા હતાં. તેજીલા વાયરા પછી વરસાદ થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં પ્રજાજનોને રાહત મળી હતી.
નગરમાં પડેલા વરસાદ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.ર ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને ૧.પ ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૪.પ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial