Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં આજે વહેલી સવારથી વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે મેઘો મંડાયો

દિવાળી ટાણે મેઘાવી માહોલઃ કેટલાક વિસ્તારોમાં જળભરાવ

અમદાવાદ તા. ર૧: અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘાની બઘડાટી બોલી રહી છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે (ર૧ મી ઓક્ટોબર) રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર, થલતેજ, ઈસ્કોન, એસજી હાઈવે, મેમનગર, ગુરુકુળ, બોપલ, શીલજ, ધુમા, સિંધુભવન રોડ પર ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, સુભાષબ્રીજ, વાડજ, નવા વાડજ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નિચાણવાળા સ્થળો પર પાણી ભરાયા હતાં.

ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, છતાં મેઘાી માહોલ વિખેરાતો નથી. છેલ્લા ર૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે ૭ ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો, જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં પ થી ૭ ઈંચ વરસાદે ખેતીપાકનો સોથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ ૪ ઈંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં ૩ ઈંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.

હવામાન વિભાગ અનુસાર આજે (ર૧ મી ઓક્ટોબર) સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં વાવાઝોડાની શક્યતા

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, 'આગામી રર મી ઓક્ટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાથી ૧૦૦ થી ૧ર૦ કિ.મી. પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે, જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થશે.'

શાસકો માટે શરમજનકઃ સામાન્ય વરસાદમાં પણ જલભરાવ

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો. તેની વચ્ચે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી. સામાન્ય વરસાદમાં પાણી ભરાય એ કેવી વાત કહેવાય. આટલું મોટું વિકસિત શહેર અને તેમાં પણ પાણી ભરાય બહું કહેવાય. અમદાવાદનો પોશ વિસ્તાર એટલે સિંધુ ભવન રોડ અને આ રોડપર પાણી ભરાતા પાણીના નિકાલ માટે વોટર વેન બોલાવવી પડી અને પાણીનો નિકાલ કરવો પડ્યો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh