Advertisement
Author: નોબત સમાચાર

નકલી ઓટોપાર્ટ વેચવાના આરોપમાં નગરના વેપારીનો ફરમાવાયો છૂટકારો

૧૬ વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો કેસઃ

જામનગર તા. ર૧: જામનગરમાં સોળ વર્ષ પહેલાં સુભાષબ્રિજ પાસે ઓટોપાર્ટની એક દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને તે વેપારી નકલી પાર્ટ વેચતા હોવાનો આરોપ મૂકી કેસ કરાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વેપારીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના સુભાષબ્રિજ પાસે આવેલી શેઠીયા ઓટો મોબાઈલ નામની દુકાનમાં ડુપ્લીકેટ પાર્ટ વેચાતા હોવાની બાતમી પરથી ગઈ તા.૨૭-પ-૨૦૦૮ના દિને ઓટોપાર્ટ બનાવતી માઈકો અને લુકાસ કંપનીની ટીમે ચકાસણી કરી ત્યાંથી રૂ. ૪ લાખ ઉપરાંતના કહેવાતા ડુપ્લીકેટ પાર્ટ કબજે કર્યા હતા અને વેપારી શંકર કરશનદાસ શેઠીયા સામે કેસ કરાયો હતો.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષે પુરાવા અંગેની ચેઈન સંપૂર્ણ થતી નથી તેમ દલીલ કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે અને જપ્ત કરેલો મુદ્દામાલ પણ પરત સોંપી આપવા હુકમ કર્યાે છે. વેપારી તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh