Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે રાજ્યકક્ષાએ કરશે જિલ્લાનું પ્રતિનિધિત્વ
જામનગર તા. ૨૧: સજુબા સરકારી હાઈસ્કૂલની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાના કલા ઉત્સવની ચિત્ર સ્પર્ધામાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર માર્ગદર્શિત તથા આયોજીત જામનગર જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ગત તા. ૧૧-૧૦-ર૪ ના જિલ્લા તાલીમ ભવન, દરેડમાં યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત કલા ઉત્સવમાં ગરવી ગુજરાત થીમ પર ચિત્રસ્પર્ધા, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન મળી કુલ ૪ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં ધો. ૯ ની વિદ્યાર્થીની અકશા અકીલભાઈ તરીયા સમગ્ર જિલ્લામાં પ્રથમ રહી હતી. અકશા હવે આગામી સમયમાં રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હળવું કંઠય, સુગમ સંગીત (લોકગીત) અંતર્ગત ધોરણ ૧ર ની વિદ્યાર્થિની પેશાવરીયા મહેક કૈલાશભાઈએ પણ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. કાર્યક્રમ અંતર્ગત વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ શાળાના આચાર્યા ડો. બી.એન. દવે તેમજ સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial