Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયોઃ કેટલાક ગામડાઓમાં ધોધમાર
જામનગર તા. ર૧: હાલારમાં આસો માસમાં અષાઢી મહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં પણ ઝાપટાથી અઢીથી ત્રણ ઈંચ વરસાદ થયો છે, તો કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયામાં ધોધમાર છથી સાત ઈંચ વરસાદના વાવડ છે, તો લાલપુર પંથકમાં આકાશી વીજળી ત્રાટકતા એક શ્રમિક યુવાનનું મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત અનેક ગામડામાં પણ સારો વરસાદના વાવડ છે. એકંદરે કમોસમી માવઠાથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.
ગત્ શનિવારે સાંજે લાલપુરમાં ચાર કલાકમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ થયો હતો, પરિણામે ગામમાંથી પાણી વહેતા થયા હતાં તેમજ ધ્રોળમાં પ મી.મી. અને કાલાવડમાં ૬ મી.મી. વરસાદનું ઝાપટું વરસ્યું હતું, જ્યારે ગઈકાલે કાલાવડમાં ધોધમાર અઢી ઈંચ (૬૪ મી.મી.) વરસાદ થયો હતો તથા ધ્રોળમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
મળતા વાવડો મુજબ કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં અનરાધાર છથી સાત ઈંચ વરસાદ થયો હતો, જો કે સરકારી ચોપડે ક્યાંય નોંધાયો નથી, પરંતુ ગ્રામજનોએ જણાવ્યું છે અને પરિણામે ખેડૂતોના મગફળીના પાથરાનું ધોવાણ થઈ ગયું હતું.
જ્યારે શનિવારે કાલાવડના વાવડી પંથકમાં આકાશી વીજળી ત્રાટકતા સંદિપ રાડતિયા નામના ખેત શ્રમિકનું મૃત્યુ થયું હતું, જ્યારે તાલુકાના નાની ભગેડી ગામમાં ખેત શ્રમિક અલ્પેશ બાંભણિયા ઉપર વીજળી ત્રાટકતા દાઝી ગયો હતો, જેને સારવાર માટે લઈ જવાયો છે, જ્યારે ગઈકાલે અનેક ગામડામાં પણ સારો વરસાદ થયો હતો.
જેમાં જામવણંથલીમાં બાવન મી.મી., પીઠડમાં ૧૬ મી.મી., જાલિયા દેવાણીમાં ર૦ મી.મી., લૈયારામાં ૧૪ મી.મી., નિકાવામાં ૪૦ મી.મી., ખરેડીમાં ર૦ મી.મી., મોટા વડાળામાં પપ મી.મી., મોટા પાંચ દેવડામાં રર મી.મી., શેઠવડાળામાં ર૩ મી.મી., ધુનડામાં ૪ર મી.મી., પરડવામાં ૧પ મી.મી., પીપરટોડામાં ૧૦ મી.મી., પડાણામાં ૪૮ મી.મી. અને મોડપરમાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.
તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ રાઉન્ડમાં છએક ઈંચ વરસાદ થતા ખેડૂતોની દિવાળી બગડી છે. ખેતરોમાં તૈયાર મગફળીનો પાક ધોવાઈ ગયો છે, તો કપાસનું વાવેતર પણ નિષ્ફળ ગયું છે.
છેલ્લા બે દિવસમાં દ્વારકામાં પોણાથી એક ઈંચ, ખંભાળિયામાં બે ઈંચ, અને કલ્યાણપુરમાં અઢી ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત ખંભાળિયા, કલ્યાણપુરના અનેક ગામડામાં પણ વરસાદ થતા માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતાં. ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં કમોસમી વરસાદથી વાવેતર નિષ્ફળ ગયું છે. મગફળીના પાથરા ધોવાઈ ગયા છે.
સલાયાથી અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે, વીજળીના કડાકા ભડાકા સાથે એક ઈંચ વરસાદ થયો હતો. પરિણામે સલાયા-ગોઈંજ માર્ગે કોઝ-વેમાં પાણી ફરી વળ્યા હતાં. ખેડૂતોને વરસાદથી ભારે નુક્સાન થયું છે.
જ્યારે ભાટિયાથી પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે શનિવારે સાંજે ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ વરસ્યો છે. આમ ખેડૂતોને ભારે નુક્સાની વેઠવાનો વખત આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧પ માંથી ૧૧ ડેમો પુનઃ છલકાઈ ગયા છે. અનેક તળાવ, ચેકડેમો પણ છલકાઈ રહ્યા છે. આ વર્ષે ખંભાળિયાનો કુલ વરસાદ ૯૬ ઈંચ થયો છે. એકંદરે આ કમોસમી વરસાદે હાલારમાં ભારે નુક્સાન કર્યું છે.
ભગાવન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં દોઢેક ઈંચ વરસાદ
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં આજે વરસાદ વરસી રહ્યો છે, જે બપોર સુધી ચાલુ રહેતા લગભગ દોઢેક ઈંચ પાણી વરસી ગયાનું જાણવા મળે છે. આમ અસહ્ય બફારામાંથી લોકોને મુક્તિ મળી છે. પરંતુ આ વરસાદથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાની ભોગવવી પડી છે. દ્વારકાધીશ મંદિરમાં વૈષ્ણવો દ્વારા આજે ચાર ભોગ મનોરથ યોજાયા છે. જેમાં ઠાકોરજીની સેવા જાળવી રાખવામાં આવી છે. આજે બપોરે ૧ વાગ્યે પણ વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial