Advertisement
Author: નોબત સમાચાર

ડો. કેતન કારીયા દ્વારા રજૂ થયેલ 'વાર્તા રેસિપી' એ સૌને લગાડ્યો સર્જનનો 'ચટાકો'

જામનગરમાં યોજાયો વાર્તા લેખનનો વર્કશોપ

જામનગર તા. ૨૧: તાજેતરમાં જામનગરમાં થિંક સ્પેસ ફાઉન્ડેશને એક સુંદર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ધ સ્ટોરી રેસિપી' શીર્ષક હેઠળ બહુમુખી પ્રતિભા ધરાવતા ડો. કેતન કારિયાએ વિચારમાંથી વાર્તાનું સર્જન, વાર્તાના વિવિધ પ્રકારો, નાટક, ફિલ્મો, વેબસિરીઝ, ધારાવાહિક એમ વિવિધ પાંસાઓ વિશે જાણકારી આપી.

ત્યારબાદ લાઈવ ટાસ્ક તરીકે ભાગ લેનાર દરેક વ્યક્તિ સામેલ થઈ શકે એ રીતે એક-એક વાક્યથી વાર્તા ઉભી કરવામાં આવી. અન્ય ટાસ્કમાં, ભાગ લેનાર સૌને 'વન લાઈન' તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું વાર્તાની પ્રથમ કલ્પનાથી લઈને વાર્તાના જન્મ સુધીની પ્રક્રિયા અલગ-અલગ પ્રકારોમાં કેવી રીતે થતી હોય છે એ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિચારબીજ કયા પ્રકાર માટે બંધબેસતું છે, એ વિશે પણ લાઈવ ટાસ્ક દરમિયાન સમજાવવામાં આવ્યું. નાના બાળકોએ પોતાના વૈવિધ્યપૂર્ણ કલ્પનોથી સૌને આશ્ચર્યચક્તિ કર્યા, તેમજ ભવિષ્યની આશાઓ પણ જગાવી.

વર્કશોપ પૂર્ણ થતા ભાગ લેનાર લગભગ દરેક વ્યક્તિએ વર્કશોપ માટે વધુ સમય અથવા વર્કશોપની એક સિરીઝ ચલાવવા માટે થિંક સ્પેસ ફાઉન્ડેશનના નિકિતા અંબાસણા  સમક્ષ રજુઆત કરી. આયોજકો વતી વર્ષા અંબાસણાએ ડો. કેતન કારિયાનો આભાર માની અને સંતોષ વ્યકત કર્યો. સમગ્ર આયોજનને નૈતિક સહકાર આપવા માટે જસ્ટ મોજ, સર્જન મ્યુઝિક પ્રોડકશન્સ, રિડર્સ કલબ તેમજ ભગવતી હોમિયોપેથી એન્ડ ડાયેટ ક્લિનિકનો પણ આભાર માનવામાં આવ્યો. નોંધનીય બાબત છે કે સ્વયંશક્તિ કમ્યુનિટી સેન્ટરમાં આ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh