Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગર નજીક રવિપાર્કમાં પ૦ ઘરોમાં લંગરીયા નાંખીને થતો વીજવપરાશ ઝડપાયો

જામનગરમાં મોટા પાયે વીજચોરી ઝડપાતા અફડાતફડી

જામનગર તા. ર૧: જામનગરમાં ગુલાબનગર નજીક રવિપાર્ક વિસ્તારમાં એક સાથે પ૦ ઘરોમાં લંગરીયા કનેકશન ઝડપાયા હતાં. ફરિયાદના કોલમાં ગયેલી ટીમને ચેકીંગ દરમિયાન વીજ ચોરીનું ધ્યાનમાં આવતા તમામ સર્વિસ કેબલો ઉતારી લેવાયા હતા તેથી હવે લંગરીયા ધારકોએ નવેસરથી અરજી કરી વીજપુરવઠો મેળવવો પડશે.

જામનગરમાં ગુલાબનગર નજીક રવિપાર્ક વિસ્તારમાં એક સાથે પ૦ ઘરોમાં લંગરીયા નાંખીને સામૂહિક રીતે વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતા સ્થાનિક મહિલા વીજ અધિકારીની આગેવાનીમાં વીજ ટુકડી દ્વારા તમામ ઘરોમાંથી જપ્ત કરી લેવામાં આવ્યો છે આ બનાવને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી.

વીજ કર્મચારીઓની ટુકડી રીપેરીંગ કરવા ગઈ હતી. દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વિસ્તાર નજીકની બે ગલીઓમાં પાવર ન આવતો હોવાની કોઈની ફરિયાદના નિવારણ માટે ગયેલી પીજીવીસીએલની ટીમને ધ્યાનમાં આવ્યું હતું કે, વિસ્તારના મોટાભાગના ઘરોમાં થાંભલાઓમાંથી ડાયરેકટ લંગરીયા નાંખીને વીજ વપરાશ થઈ રહ્યો છે. વીજ કર્મચારીઓએ આ અંગે વિસ્તારના લોકોની પુછપરછ કરતાં જે લોકો ડાયરેકટ લંગરીયા નાંખીને વીજ વપરાશ કરતા હતાં. તેઓ દાદાગીરી ઉપર ઉતરી આવ્યા હતાં. તેથી વીજ કર્મચારીઓએ દરબારગઢ સબ ડિવિઝનના ડે. ઈજનેર એસ.આર. પરમારને જાણ કરી હતી.

તેઓએ મહિલા ઈજનેર કોમલબેન ચંદારાણાને જાણ કરતા મહિલા ઈજનેર અને એકસ મિલીટરીમેન સિક્યુરીટી વિસ્તારમાં પહોંચ્યા હતાં, અને લંગર કનેકશન ધરાવતા દરેક ઘરોના સર્વિસ કેબલો જ ઉતરાવી લીધા હતાં. આથી હવે આ વિસ્તારના લંગર ધારકોને નવા મીટર કનેકશન માટે વીજ તંત્રને અરજી કરવી પડશે. આમ એક જ વિસ્તારની બે ગલીઓમાં મોટાપાયે લંગર નાખીને વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યા પછી થયેલી કામગીરીથી આ વિસ્તારમાં અફડા-તફડી મચી ગઈ હતી. વીજ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારના લંગરીયા કનેકશન ઝડપાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh