Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેર-ઠેર જલભરાવ થતા હાલાકીઃ ખેડૂતો ખુશ
અમદાવાદ તા. ૪: ગુજરાતમાં ર૪ કલાકમાં ૧૧૦ તાલુકાઓમાં વરસાદ થયો છે, અને કડીમાં સૌથી વધુ સાડાપાંચ ઈંચ વરસાદ પડ્યો છે. ઠેર-ઠેર જલભરાવ થતા લોકોને હાલાકી પડી રહી છે, પરંતુ શ્રીકાર વરસાદ થતા જગતનો તાત ખુશ છે.
ગુજરાત રાજ્યમાં ર૪ કલાકમાં ૧૧૦ તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં મહેસાણાના કડીમાં સાડાપાંચ ઈંચ વરસાદ આવ્યો છે. તેમાં ઈડરમાં સાડાત્રણ ઈંચ, હાંસોટમાં ર ઈંચ તેમજ નેત્રંગમાં ર ઈંચ, જોટાણામાં પોણાબે ઈંચ, પ્રાંતિજમાં પોણાબે ઈંચ વરસાદ આવ્યો છે તથા ભિલોડા અને વિજાપુરમાં દોઢ ઈંચ વરસાદ આવ્યો છે.
માણસા અને હિંમતનગરમાં દોઢ ઈંચ તથા પાલનપુર અને દેત્રોજમાં ૧ ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં સાડાપાંચ ઈંચ જેટલો વરસાદ આવ્યો હતો. આ ઉપરાંત સાબરકાંઠા પંથકમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કાંકણોલ, બેરણા, આગીયોલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફળી વળ્યા હતાં. સાબરકાંઠાના ઈડરમાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો બીજી બાજુ હિંમતનગર, હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં ર-ર ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પ્રાંતિજ, ભીલોડા, વિજાપુર અને માણસામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ ર૦ ટકા જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ર૯ ટકા, કચ્છ ઝોનમાં રપ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ર૧ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે, તેમજ ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ખેડવાની પણ મનાઈ કરવામાં આવી છે.
વરસાદના કારણે રાજ્યના ઘણાં વિસ્તારોમાં જલભરાવ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, તો શ્રીકાર વરસાદ થવાથી જગતનો તાત ખુશ હોવાના અહેવાલો આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial