Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા જાગૃતિ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન

મહિલા અને બાળ અધિકારી કચેરી જામનગર ના માર્ગદર્શન હેઠળ સંકલ્પ હબ ફોર એમ્પ્વારમેન્ટ ઓફ વિમેન દ્વારા (પ્રી  કન્સેપ્શન એન્ડ પ્રી- નેટલ ડાયગનોસ્ટિક ટેકનિક) દ્વારા માર્ગદર્શન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું.  મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા માર્ગદર્શન હેઠળ પ્રી  કન્સેપ્શન એન્ડ પ્રી- નેટલ ડાયગનોસ્ટિક ટેકનિક  ૧૯૯૪ અંતર્ગત ગવર્નમેન્ટ ઓફ નર્સિંગ કોલેજ જામનગરમાં માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હિતેશભાઈ બોરીચાએ માર્ગદર્શન આપ્યું હતું. ગર્ભમાં રહેલ શિશુનું ગર્ભમાં લિંગ પરીક્ષણ કરવું એ કાનૂની અપરાધ ગણાય છે. તેમજ શિશુનું જન્મબાદ સ્ત્રી લિંગ જાણતા બાળહત્યા કરવામાં આવે અને તેના પર સજાની જોગવાઈઓ વિષે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગવર્નમેન્ટ ઓફ નર્સિંગ કોલેજ જામનગરના વિધાર્થીઓસહભાગી બન્યા હતા. અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી- જામનગર અંતર્ગત મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના, મહિલા સ્વાવલંન યોજના તેમજ સખીવન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, ૧૮૧મહિલા હેલ્પલાઇન, નારી અદાલત વગેરે મહિલાલક્ષી વિવિધ યોજનાકીય માહિતીના સ્ટાફ ડીસ્ટ્રીકટ કો ઓર્ડીનેટર અલ્પા કે. રાઠોડ તથા જેન્ડર સ્પેશ્યાલીસ્ટ અસ્મીતા કે. સાદીયા દ્વારા આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh