Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આરોપીનો ચેક પરતના કેસમાં થયો છૂટકારોઃ
જામનગર તા. ૪: જામનગરની એક સોસાયટીએ બે ડિફોલ્ટર સભાસદ સામે ચેક પરતની કરેલી ફરિયાદમાં બંને આરોપીને એક-એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે રૂ. ર લાખ ૪૫ હજારના ચેક પરતના કેસમાં એક આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ કલ્પેશ વસંતભાઈ લીંબાસીયા તેમજ અજય કીર્તિભાઈ સોલંકીએ સોસાયટીમાંથી લોન મેળવી હતી. તે લોનની ભરપાઈ કરવા બંનેએ ચેક આપ્યા હતા.
તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં લેણું ભરવામાં ન આવતા નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ૧૩૫ હેઠળ બંને વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે બંને આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી બંનેને એક-એક વર્ષની કેદની સજા અને રૂ. ૨,૪૯,૨૩૮ અને રૂ. ૨,૧૨,૨૭૯નો દંડ ભરવા હુકમ કર્યાે છે. સોસાયટી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જામનગરના કપિલ અરવિંદભાઈ મુંજાલ પાસેથી તેમના મિત્ર રાજેશ નરશીભાઈ ચુડાસમાએ રૂ. ર લાખ ૪૫ હજાર હાથઉછીના લીધા હતા. તે રકમ પરત આપવા ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા રાજેશ ચુડાસમા સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજેશ નરશીભાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જીગર દવે, પ્રણવ જાની, હેમલ વાઘાણી, સાગર દવે રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial