Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારે લાલઆંખ કર્યા પછી લોકલ બોડી પાસે વિકલ્પ જ નહોતોઃ
જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકામાં નિવૃત્ત પછી પણ ફરજ બજાવતા સેક્રેટરીએ આખરે સરકારના પરિપત્ર પછી રાજીનામું આપી દીધુ છે, અને સેક્રેટરીનો ચાર્જ અન્યને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય પણ અડધો ડઝનથી વધુ કર્મચારીને છૂટા કરી દેવાનો આદેશ કરાયો છે.
જામનગર મહાનગરપાલિકામાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત્ત થયા પછી કેટલાક કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિના ધોરણે પુનઃ નોકરીમાં લેવામાં આવ્યા હતાં, તેમાં મેયર કાર્યાલયના સેક્રેટરીનો પણ સમાવેશ થાય છે.
બીજી તરફ તાજેતરમાં સરકારે કચકચાવીને પત્ર લખ્યો હતો તે મુજબ આવા કર્મચારીને છૂટા કરવા સિવાય મહાનગરપાલિકા પાસે વિકલ્પ હતો નહીં. આમ એક સિનિયર ક્લાર્ક, બે પટાવાળા, બે ડ્રાઈવર, બે ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીને છૂટા કરવાનો મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો હતો.
જ્યારે સેક્રેટરી અંગે યોગ્ય નિર્ણય માટે મેયર-સ્ટેન્ડીંગ ચેરમેનને પત્ર મોકલી જાણ કરી હતી. ગઈકાલે નિવૃત્તિ પછી ફરજ બજાવતા સાત કર્મચારીને છૂટા કરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ સેક્રેટરીએ અઠવાડિયા પહેલા જ રાજીનામું આપ્યું હતું, પરંતુ નોકરીમાં ચાલુ હતાં. આખરે ગઈકાલે સેક્રેટરી અશોક પરમારને પણ ફરજ મુક્ત કરી દેવાયા છે, અને સેક્રેટરીનો ચાર્જ હિતેન બુદ્ધભટ્ટીને સુપ્રત કરી દેવામાં આવ્યો છે.
જો કે, છેલ્લે સેક્રેટરીની મુદ્ત ૬ માસ વધારવામાં આવી હતી તે આગામી ઓગસ્ટ માસમાં પૂર્ણ થવાની છે, પરંતુ સેક્રેટરીએ ગઈકાલે જ પોતાનો ચાર્જ છોડી દીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial