Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકા પ્રાથમિક ધિરાણ મંડળીની
જામનગર તા. ૪: ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીની ૩૪ મી સાધારણ સભા પ્રમુખ રામભાઈ ખુંટીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટે શિક્ષકોને પ્રેરણાદાયક આશીર્વચન આપી મંત્રમુગ્ધ કરી દીધા હતાં અને સભાસદ શિક્ષકોના જ (બાળકો) તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
મંડળીનો વાર્ષિક હિસાબ મંત્રી હરદાસ કનારાએ રજૂ કર્યો હતો. વિવિધ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતાં. સભાસદનું અવસાન થાય તો આઠ લાખ રૂપિયા અવસાન સહાય આપવાનું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું. નિવૃત્ત સભાસદોનું સન્માન કરવામાં આવ્યું. સભાસદ શિક્ષકના જ (બાળક) તેજસ્વી તારલાઓને શિલ્ડ, પેઈડ તથા દરેક સભાસદને સોલા૫ુરી ચાદર, નેપકીન, મંડળીના નામ પ્રિન્ટ કરાવેલ ભેટ-બક્ષીસ આપી પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રજિસ્ટારમાંથી આર.ટી. ઝાલા, બી.આર. સી.પી.એસ. રાણા, જે.ડી.સી. બેંક ખંભાળિયા સ્ટાફ, મિલનભાઈ ચાવડા, સપનાબેન કાનાણી, ભાવનાબેન ચંદારાણા, માલદેભાઈ ભાદરકા, વેજાણંદભાઈ માડમ, કિશોરભાઈ રામાવત, દાનાભાઈ બળાઈ, આલાભાઈ માડમ, નેભાભાઈ વરવારિયા, લખમણભાઈ ભોચિયા, પ્રકાશભાઈ ગોજિયા, હમીરભાઈ કનારા, ધીરેનભાઈ ભટ્ટ, દિનેશભાઈ ડેર, કાંતિભાઈ પરમાર, હિતેષભાઈ ભોચિયા, રાજાભાઈ નંદાણિયા, મનસુખભાઈ ધ્રાંણા, રામદેભાઈ સુવા, દેવાણંદભાઈ કાંબરિયા, અરવિંદભાઈ ડાંગર, તુષારભાઈ પટેલ, ધવલભાઈ નકુમ વગેરેએ જહેમત ઊઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિવ્યાંગભાઈ ભરવાડિયા અને સપનાબેન રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial