Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણનો દાખલ આપતી શાખા હર હંમેશાં વિવાદમાં રહે છે. આજે પૈસા પડાવાતા એક એજન્ટને જાગૃત નાગરિક દ્વારા ઝડપી લેવાયો હતો.
જામનગર મહાનગર-પાલિકાની જન્મ-મરણના દાખલા આપતી શાખામાં દરરોજ અસંખ્ય લોકો કામસર આવતા રહે છે. જ્યાં તોડ પાણી થતા હોવાથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી રહી છે.
ખાસ કરીને પરપ્રાંતીય લોકો મારફતે આવા દાખલા માટે ૩૦૦ રૂપિયાનો તગડો તોડ કરવામાં આવે છે. આવા એજન્ટો મહાનગરપાલિકાની આ શાખા નજીક સતત હાજર જોવા મળે છે. આજે એક જાગૃત નાગરિક ત્યાં આવ્યા હતા અને તોડ કરી રહેલા એજન્ટને રંગે હાથ ઝડપી લીધો હતો. અને કાંઠલો પકડી તેને બહાર ખેંચી જવાયો હતો. આ સમયે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સતત વિવાદમાં રહેતી જન્મ-મરણ શાખાનો અમુક સ્ટાફ પણ આ કૌભાંડમાં સંડોવાયેલ છે. અગાઉ પણ અનેક વખત કોર્પોરેટરો દ્વારા અવાજ ઉઠાવાયા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial