Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહિલાઓ માટે ઘરેલું હિંસા અન્વયે કાયદાકીય જાગૃતિલક્ષી સેમિનાર યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા

જામનગર તા. ૪: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર શહેરમાં મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ ર૦૦પ અન્વયે કાયદાકીય જાગૃતિલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ સમાજમાં હિંમતપૂર્વક આગળ વધે, તેઓ જાગૃત બને, મહિલાઓની સુરક્ષા બની રહે તે માટે તેઓને જાગૃત કરવાનો રહેલો છે.

કાર્યક્રમમાં મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ માટે અનેકવિધ માહિતી સભર અને વિવિધ કલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે.

ઉક્ત કાર્યક્રમમાં સર્વશ્રી મનિષભાઈ કટારિયા, પ્રક્ષાબેન ભટ્ટ, ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અલ્પાબેન, અસ્મિતાબેન સાદિયા, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરના સ્ટાફ મિત્રો, પ્રાચી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, લાભાર્થીઓ અને ૧પ૦ જેટલી મહિલાઓ સહભાગી બની હતી. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh