Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજનું કામ ચાલતું હોવાથી
જામનગર તા. ૪: ફ્લાય ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું હોવાથી જામનગરમાં સાત રસ્તાથી ગુરુદ્વારા સર્કલ સુધી જંક્શન સુધીનો રોડ ૬ જુલાઈથી રર ઓગસ્ટ સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જામનગરમાં સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ચાલતા ઓવરબ્રીજના કામમાં જરૂરી કામગીરી કરવામાં આવનાર હોવાથી તારીખ ૬ જુલાઈથી ર૩ ઓગસ્ટ સુધી સાત રસ્તાથી ગુરુદ્વારા સુધીનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવનાર છે. આ માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર મહાનગર પાલિકાની હદમાં સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત સાત રસ્તાસર્કલથી ગુરુદ્વારા જંકશન સુધી જાડા બિલ્ડીંગથી ગુરુદ્વારા સર્કલ તરફ સર્વિસ રોડ, ગુરુદ્વારા જંકશન પરનો ઓબ્લીગેટરી સ્પાનનો સ્લેબ, સાત રસ્તા સર્કલથી ડો. તકવાણી હોસ્પિટલ સુધી લેફ્ટ સાઈડના કનેક્ટીંગ સ્લેબ, સેન્ટરના ભાગના પિયર કેપની કામગીરી અનુસંધાને સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા જંકશન સુધીનો રોડ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૬-૭-ર૦ર૪ થી ર૩-૮-ર૦ર૪ સુધીના સમયગાળા દરમિયાન તમામ વાહનવ્યવહાર બંધ રાખવામં આવશે. આ માટે મ્યુનિ. કમિશનર દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ-૩૯ર અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં સાત રસ્તા સર્કલ તરફથી ગુરુદ્વારા જંકશન તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાલ્કેશ્વરીનગરી આદર્શ હોસ્પિટલવાળા રોડથી વાલ્કેશ્વરી નગરી ફેઈઝ-ર અને ફેઈઝ-૩ ના તમામ રસ્તાઓ, મંગલબાગ અને સ્વસ્થિત સોસાયટીથી જી.જી. હોસ્પિટલ તરફનો રોડ તથા વાલ્કેશ્વરી નગરી ફેઈઝ-૩ નંદ ટ્રાવેલ્સ તરફના રસ્તાઓ ખુલ્લા રહેશે.
આમ સાત રસ્તાથી ગુરુદ્વારા તરફ જતા વાલ્કેશ્વરી નગરીના તમામ આંતરિક રસ્તાઓનો ઉપયોગ ચાલુ રહેશે, તેમજ ગુરુદ્વારા જંકશન તરફથી સાત રસ્તા સર્કલ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ગુરુદ્વારા તરફથી સાત રસ્તા સર્કલ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ગુરુદ્વારા જંકશનથી લાલબંગલા સર્કલ થઈ સાત રસ્તા સર્કલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે. તેમજ ગુરુદ્વારા જંકશનથી નંદ ટ્રાવેલ્સ સુધીનો પણ ખુલ્લો રહેશે, અને લાલ બંગલા સર્કલથી દાંડિયા હનુમાન/જી.જી. હોસ્પિટલ તરફનો રસ્તો ગુરુદ્વારા જંકશનદ્ના બન્ને તરફના ઓબ્લિગેટરી સ્પાન પાસેના ખુલ્લા રસ્તા પરથી આવક-જાવક ચાલુ રહેશે.
ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે સાત રસ્તા સર્કલથી લાલ બંગલો સર્કલ થઈ ટાઉનહોલ થઈ તીનબત્તી સર્કલ થઈ કે.વી. રોડ પરથી સુભાષબ્રીજ પર જઈ શકાશે, અને સુભાષબ્રીજથી ત્રણ દરવાજા સર્કલ થઈ ટાઉનહોલ થઈ લાલબંગલા સર્કલ થઈ સાત સર્કલ જઈ શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial