Advertisement
Author: નોબત સમાચાર

કામધંધો કરવા માટે પત્ની તથા માતાએ ઠપકો આપતા યુવાને ખાધો ગળાટૂંપો

ધ્રોલમાં રહેતા યુવાને ભરી લીધુ પગલું:

જામનગર તા. ૪: ધ્રોલમાં રહેતા એક યુવાન કામધંધો કરતા ન હોવાથી પત્ની તથા માતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાના કારણે આ યુવાને પોતાના ઘરમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તેમના પત્નીનું નિવેદન નોંધ્યું છે.

ધ્રોલની મોચીબજારમાં આવેલી વાઘેશ્વરી શેરીમાં વસવાટ કરતા દેવેનભાઈ મહેશભાઈ ચાવડા નામના ૩૪ વર્ષના ખવાસ યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરમાં સાડી વડે ગાળીયો બનાવી પંખામાં પરોવી તેમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની સવારે આઠ વાગ્યે પરિવારજનોને જાણ થઈ હતી. દેવેનભાઈને તાત્કાલિક નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યા પછી મૃતક યુવાનના પત્ની માધવીબેનનું નિવેદન નોંધ્યું છે.

તેઓએ પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ તેમના પતિ દેવેનભાઈ કોઈ કામધંધો કરતા ન હતા. તેઓને કામે ચઢી જવા માટે પત્ની માધવીબેન તથા માતાએ ઠપકો આપ્યો હતો. તેના કારણે માઠું લાગી આવતા મંગળવારની રાત્રિથી બુધવારની સવાર સુધીમાં દેવેનભાઈએ પોતાના ઘરમાં ગળાટૂંપો ખાઈ લીધો હતો. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh