Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આસામીએ એસપીને પાઠવી અરજીઃ
જામનગર તા. ૪: જામનગરના કાલાવડ નાકા બહાર આકાર લઈ રહેલી એક સોસાયટીમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ દ્વારા એક આસામીને બક્ષીસમાં અપાયેલી જગ્યા દબાવી લેવામાં આવી હોવાની રજૂઆત એસપીને કરવામાં આવી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર નગરસીમમાં રે.સ.નં. ૬૫૮/૩ના પાર્ટ-બીમાં લબ્બેક પ્રિમિયમ રેસીડેન્શીયલ નામની સોસાયટી બનાવવામાં આવી રહી છે જેમાં ૨૨૦ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
તે પ્લોટના વેચાણ માટે હાલમાં બ્રોસર પ્રસિદ્ધ કરાયું છે. તે જગ્યા ખંભોત્રી ફળી, પટ્ટણીવાડમાં રહેતા ઈકબાલ અલી મહંમદ મંઢા નામના આસામીએ પોતાના કાકાની હોવાનું જણાવ્યું છે.
તેઓએ જિલ્લા પોલીસ વડાને અરજી પાઠવી તેમાં જણાવ્યું છે કે, આ જગ્યા તેમના કાકાના ગાડામાર્ગ તરીકે આપવામાં આવી હતી. તે પછી તે જગ્યા ખરીદી કેટલાક આસામીએ બિનખેતી કરાવી લીધા પછી તેમાં હાલમાં સોસાયટી બનાવવાનું શરૂ કર્યું છે. તે જગ્યામાં અંદાજે બારેક હજાર ફૂટ જગ્યા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટે અગાઉ બક્ષીસમાં ઈકબાલઅલીને આપી હતી. તેનું ભાડુ પણ હાલમાં ઈકબાલ અલી ચૂકવી રહ્યા છે. તેમ છતાં આ જગ્યા દબાવી દેવામાં આવી છે અને તેની જાણ બોર્ડ પ્રમુખ રશીદ લુસવાલાને કરાતા તેઓએ પણ પ્રત્યુત્તર પાઠવ્યો નથી, આવી રીતે સોસાયટી બનાવતા વ્યક્તિઓએ ઈકબાલ અલીની જમીન પચાવી પાડી હોવાની રજૂઆત કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial