Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી શનિવારે પોલીસ મથકમાં કાર્યક્રમઃ
જામનગર તા. ૪: જામજોધપુરના પોલીસ સ્ટેશનમાં આગામી શનિવારે પોલીસ દ્વારા લોકદરબાર રાખવામાં આવ્યો છે. વ્યાજખોરોથી ત્રસ્ત વ્યક્તિઓની રજૂઆતો સાંભળવા અને ફરિયાદોનો નિકાલ કરવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જામજોધ૫ુર શહેરમાં થોડા સમયથી વ્યાજખોરોએ માથું ઉંચકી નાણાની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ પાસેથી ગંજાવર વ્યાજ વસૂલવાનું શરૂ કર્યાની ઉઠેલી બૂમ વચ્ચે જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આગામી તા.૬ શનિવારે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજ્યો છે.
ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલ કરતા શખ્સો વિરૂદ્ધની રજૂઆતો સાંભળવા અને ફરિયાદોનો નિકાલ કરવા માટે શનિવારે સવારે ૧૧ વાગ્યે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં લોકદરબાર રાખવામાં આવ્યો છે. તેમાં રજૂઆત માટે જામજોધપુર શહેર તેમજ તાલુકાના વ્યાજખોરીથી ત્રસ્ત નાગરિકોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial