Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ સહિત દેશના ૧૦ શહેરોમાં ઝેરીલી હવાના કારણે ૩૩૦૦૦ લોકો મોતને ભેટે છેઃ રિપોર્ટ

દેશની રાજધાનીમાં જ પ્રદૂષિત હવા પ્રતિવર્ષ ૧ર હજાર લોકોનો કાળ બને છે

નવી દિલ્હી તા. ૪: વાયુ પ્રદૂષણને કારણે દેશના ૧૦ શહેરોમાં દર વર્ષે ૩૩૦૦૦ લોકોના મોત થાય છે. અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પૂણે, શિમલા અને વારાણસીમાં વાયુ પ્રદૂષણ એક મોટો ખતરો બની ગયો છે. લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરાયો છે તે મુજબ રાજધાની દિલ્હીમાં દર વર્ષે ૧ર હજાર મોત થઈ રહ્યા છે, જ્યારે શિમલામાં પણ વાયુ પ્રદૂષણનો ખતરો વધ્યો છે.

દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે એક તાજેતરના અભ્યાસમાં જે ખુલાસો થયો છે, તેનાથી આપણે સૌ ચિંતિત થઈને તે સ્વાભાવિક છે. હકીકતમાં આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના ૧૦ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે ૩૩ હજાર લોકોના મોત થઈ રહ્યા છે.

આ અભ્યાસ લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત થયો છે, જેનો રિપોર્ટ અનુસાર, ભારતમાં સ્વચ્છ હવાના ધોરણો પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવાના ધોરણો કરતા વધારે છે, પરંતુ ઘણાં શહેરોમાં, પ્રદૂષણ, નિર્ધારિત ધોરણો કરતા અનેકગણું, એક મોટી સમસ્યા છે. જેના કારણે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે.

આ રિપોર્ટ અનુસાર, ર૦૦૮ થી ર૦૧૯ ની વચ્ચે દેશના ૧૦ શહેરોમાં વાયુ પ્રદુષણને કારણે ૩૩ હજાર મૃત્યુ થાય છે. અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, શિમલા અને વારાણસી, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વર્તમાન ભારતીય વાયુ ગુણવત્તાના ધોરણોથી નીચેનું વાયુ પ્રદૂષણ સ્તર પણ દેશમાં દૈનિક મૃત્યુદરમાં વધારો કરે છે. દેશના ૧૦ શહેરોમાં -અમદાવાદ, બેંગ્લુરૃં, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, શિમલા અને વારાણસી, દર વર્ષે લગભગ ૩૩,૦૦૦ મૃત્યુ વાયુ પ્રદૂષણના સ્તરને કારણે થાય છે જે તંત્રની માર્ગદર્શિકા કરતાં વધી જાય છે.

મુંબઈ, બેંગ્લોર, કોલકાતા અને ચેન્નાઈમાં મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે, પરંતુ રાજધાની દિલ્હીમાં સ્થિતિ સૌથી ખરાબ છે. રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી થતાં રોગોને કારણે દર વર્ષે ૧ર હજાર લોકો મૃત્યુ પામે છે, જે દેશમાં કુલ મૃત્યુના ૧૧.પ ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં રાષ્ટ્રીય હવાની ગુણવત્તાના ધોરણોને કડક બનાવવાની જરૂર છે અને વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવાના પ્રયાસોને બમણા કરવાની જરૂર છે.

દિલ્હી પછી, વારાણસીમાં સૌથી વધુ મૃત્યુ થયા છે, જ્યાં દર વર્ષે ૮૩૦ લોકોએ જીવ ગુમાવ્યો છે, જે કુલ મૃત્યુની સંખ્યાના ૧૦.ર ટકા છે. તે જ સમયે, હવામાન, પ્રદૂષણને કારણે બેંગ્લોરમાં ર,૧૦૦ ચેન્નાઈમાં ર૯૦૦, કોલકાતામાં ૪૭૦૦ અને મુંબઈમાં લગભગ પ૧૦૦ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ જોવા મળ્યું છે. જો કે, પહાડી શહેરમાં હજુ પણ વાયુ પ્રદૂષણનું સ્તર જોખમ રહેલું છે. શિમલામાં દર વર્ષે પ૯ મૃત્યુ થયા છે, જે કુલ મૃત્યુના ૩.૭ ટકા છે. આ રિપોર્ટ સસ્ટેનેબલ ફયુચર્સ કોલાબોરેટિવ, અશોકા યુનિવર્સિટી, સેન્ટર ફોર ક્રોનિક ડિસીઝ કંટ્રોલ, સ્વીડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યુટ, હાર્વર્ડ અને બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

બીજી તરફ રાજધાની દિલ્હીમાં દર વર્ષે વાયુ પ્રદૂષણના કારણે ૧ર હજાર જેટલા લોકોના જીવ જાય છે, ત્યારે કેન્દ્રની એનડીએ સરકાર તથા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અસરકારક કદમ ઉઠાવવાના બદલે આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતી જોવા મળી રહી હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh