Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૦૨-૦૮-૨૪ સુધી જાહેરનામું:
ખંભાળીયા તા. ૪: રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં ન્હાવા પડતા વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવતી હોય છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનવા ના પામે તે માટે તકેદારી રાખવી જરૂરી છે. આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. જળાશય કાંઠે ન્હાવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષાને ધ્યાને રાખી નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યાં વધુ પ્રમાણમાં જળસંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં ન્હાવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. ૦૩-૦૭થી તા. ૦૨-૦૮-૨૪ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial