Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
અમદાવાદ તા. ૪: દેશના ગુજરાત સહિત ૧૧ રાજ્યોમાં પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
જૂનમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હતી, પરંતુ જુલાઈના પહેલા અઠવાડિયામાં જ ચોમાસાનું જોર વધ્યું છે, ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ ગુજરાત સહિત ૧૧ રાજ્યોને લઈને ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તરપ્રદેશમાં આ અઠવાડિયે ધોધમાર વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, પૂર્વ રાજસ્થાનમાં ૮ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પાંચ જુલાઈએ અને પૂર્વ મધ્યપ્રદેશ અને ઝારખંડમાં આજે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તરપ્રોદેશ અને ઉત્તરાખંડમાં પણ ૮ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.
આઈએમડી એ વધુમાં કહ્યું છે કે, ઓડિશામાં ૮ જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવું જ હવામાન ૬ થી ૮ જુલાઈ વચ્ચે રહેવાની શક્યતા છે. આજે અને આવતીકાલે (પ જુલાઈ) બિહારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોમાં ૮ જુલાઈ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે.
આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ, માહે, લક્ષદ્વીપ, કર્ણાટકના દરિયાકાંઠે, કોંકણ, ગોવા, ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે, યાનમ, આંતરિક કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ સમય દરમિયાન મરાઠવાડા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, રાયલસીમા, તેલંગાણામાં છૂટાછવાયાથી હળવો વરસાદ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial