Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાક દબાવો તો મોઢું ખુલે તેવો ઘાટઃ
જામનગર તા. ૪: જામનગર મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જની રકમ ભરવામાં અખાડા કરનાર રેલવેની મિલકત સીલ કરતા જ આખરે રેલવે વિભાગ દ્વારા તાબડતોબ રૂપિયા પાંચ કરોડની રકમ જમા કરાવી દેવામાં આવી છે. આથી મહાનગરપાલિકાએ લગાવેલ સીલ ખોલી દેવામાં આવ્યું છે. જામનગર મહાનગર પાલિકાના મોટા બીકીદાર એવા રેલવે વિભાગ પાસે રૂપિયા ૩૪ કરોડ ૯ર લાખની સર્વિસ ચાર્જની વસૂલાત કરવાની બાકી હોવાથી અનેક વખત ઉઘરાણી કરવામાં આવી હતી. એમએયુ પણ રેલવે સાથે થયા હતાં છતાં રેલવે દ્વારા પૈસા ભરવામાં નહીં આવતા આખરે ગત્ શનિવારે રેલવેની એક કચેરીને મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અધિકારીના બંગલાના એક રૂમને પણ સીલ મારી દેવાયું હતું. આ પછી સફાળા જાગેલા રેલવે તંત્રએ તાબડતોબ રૂપિયા પાંચ કરોડની રકમ મહાનગર પાલિકાને ચૂકવી આપતા આખરે મહાનગર પાલિકાએ સીલ ખોલી નાખ્યું છે, અને બાકી રહેલા પૈસાની ઉઘરાણી કરી છે. આમ રેલવેની મિલકત સીલનો રેલો આવતા જ ખીસ્સુ હળવું કરવાની ફરજ પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial