Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા એસપીએ સામૂહિક બદલીનો સર્જયો રેકોર્ડઃ
ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં વર્ષાેથી એક જ સ્થળે, બદલી વગર જ ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારી ના નામ માટે ખાસ ટીમ બનાવી તેમના નામ એકત્ર કર્યા પછી ગઈકાલે દ્વારકા જિલ્લાના એસપીએ પચ્ચીસ પોલીસ કર્મીની અરસપરસ બદલીનો હુકમ કર્યાે છે. આ એસપીએ સૌથી વધુ વખત પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીનો રેકોર્ડ સ્થાપ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં વર્ષાેથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ગઈકાલે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ બદલી આપી છે. ગઈકાલે પચ્ચીસ કર્મચારીની બદલીનો હુકમ કરાયો છે.
જિલ્લાના સ્થાનિક ગુન્હાશોધક શાખાના કર્મચારી મશરીભાઈ ભારવાડીયા, ભરત જમોડને ખંભાળિયા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. જ્યારે મશરીભાઈ છુછરને દ્વારકા પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ અપાઈ છે. એસઓજી કર્મચારી રાજેન્દ્રસિંહ જાડેજાને પણ ખંભાળિયા તેમજ ભાણવડના મનહરસિંહ જાડેજા તથા દ્વારકાના પીઠાભાઈ ગોજીયાને એલસીબીમાં બદલી આપવામાં આવી છે.
તે ઉપરાંત મુકેશભાઈ ખીમસુરીયા, છત્રપાલસિંહ જાડેજા, હનીફ મુનીયા, દિનેશ ધ્રાંગુ, લખમણભાઈ ડેર, પરેશ સાંજવા, કુલદીપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાની પણ અન્યત્ર પોલીસ મથકમાં બદલી થઈ છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે પોતાના અત્યાર સુધીના કાર્યકાળમાં આઠેક વખત સામૂહિક બદલીઓ કરી રેકોર્ડ સર્જયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial