Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકાણકારોની મૂડી ૧.૧૯ લાખ કરોડ વધી ગઈઃ જોરદાર તેજી
મુંબઈ તા. ૪: શેરબજારે આજે નવો રેકોર્ડ સ્થાપ્યો છે, અને સેન્સેક્સ નિફ્ટી નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે. ૧પ૯ર સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને સવારે સાડાદસના સુમારે સેન્સેક્સ ૮૦,૩૯ર અને નિફ્ટી ર૪,૪૦૦ ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા હતાં.
ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો.
સેન્સેક્સ ૪૦પ.૮૪ પોઈન્ટ ઉછળી ૮૦,૩૯ર.૬૪ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ ર૪,૪૦૧ ની નવી ઓલટાઈમ હાઈ સપાટીને ટચડઉન કર્યું છે. રોકાણકારોની મૂડી રૂ. ૧.૧૯ લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ ૧૦-૩૬ વાગ્યા સુધીમાં રૂ. ૪૪૬.૬૮ લાખ કરોડ પહોંચી છે.
બેન્કીંગ સેક્ટરની બેલેન્સ શીટમાં સુધારો તેમજ ગ્રોસ એનપીએ ૧ર વર્ષના તળિયે પહોંચી હોવાના અહેવાલના પગલે બેન્કીંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેર્સમાં ધુમ તેજી જોવા મળી છે. આજે ફરી બીએસઈમાં બેન્કેક્સ નવી ૬૦,૭ર૦.૭૬ પોઈન્ટ અને ફાઈ. સર્વિસિઝ ૧૧,૬૮૦.૭પ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. તદુપરાંત હેલ્થકેર ઈન્ડેક્સ પણ ઉછાળા સાથે રેકોર્ડ ટોચે પહોંચ્યા હતાં. સ્મોલકેપ અને મીડકેપ શેર્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. કોચિન શીપયાર્ડ, મઝગાંવ ડોક, હૂડકો સહિતના પીએસયુ શેર્સ પણ ૮ ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની અસર શેર્સમાં પણ દેખાઈ હતી. એનએસઈ પર ટ્રેડ કરી રહેલા ર૪૧૮ સ્ટોક્સમાંથી ૧પ૯ર શેર્સમાં તેજીનો આખલો દોડી ગયો હતો, જ્યારે ૭૬ર સ્ટોક્સ એવા પણ હતાં જેમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે ૧૧૦ સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી છે અને ર૩ મા લોઅર સર્કિટ લાગી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial