Advertisement
Author: નોબત સમાચાર

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં

જામનગર તા. ૪: જિલ્લા કલેક્ટર કચેરીમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર (ઈનચાર્જ) વિકલ્પ ભારદ્વાજની માર્ગદર્શશ ઉપસ્થિતિમાં અને તૃપ્તિ રાઠોડના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં નવા રજિસ્ટ્રેશન માટેની એક અરજી તથા રીન્યુઅલ રજિસ્ટ્રેશન માટેની બે અરજી મંજુર કરવામાં આવેલી હતી. આ ઉપરાંત ક્લિનિક ઈન્સ્પેક્શનનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ સાથે તાલુકા હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈન્સ્પેક્શન કામગીરી વધુ સુદૃઢ બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં કોઈપણ જગ્યાએ પીસી એન્ડ પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું ધ્યાને આવે તો તુરંત જ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના વિવિધ પલેટફોર્મ્સ પર પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ વિધે જનજાગૃતિલક્ષી પોસ્ટનો પ્રચાર-પ્રસાર વધે તે માટે સૂચના અપાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એન.એમ. પ્રસાદ, ઈ.એમ.ઓ. ડો. એસ.આર રાઠોડ, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, તાલુકા હેલ્થ ઓફિસર-સલાહકાર સમિતિના સભ્યો ગુરુવોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાંથી ગાયનેક વિભાગમાંથી ડો. તૃપ્તિ નાયક, ચાઈલ્ડ કેર વિભાગમાંથી ડો. નમ્રતા મકવાણા, રેડિયોલોજી વિભાગમાંથી ડો. એમ..ટી. માકડા અને અન્ય સભ્યો હાજર રહ્યા હતાં, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એન.એમ. પ્રસાદ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh