Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક માટે ૨૪૭૦૦ શિક્ષકોની થશે ભરતી : કેબિનેટમાં નિર્ણય

ઓગસ્ટથી ડિસેમ્બર-ર૦ર૪ દરમિયાન

ગાંધીનગર તા. ૪: મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજયમંત્રી મંડળની બેઠકમાં શૈક્ષણિક વર્ષઃ ર૦ર૪-રપ માં રાજ્યભરની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો હતો, તે મુજબ આગામી ઓગસ્ટ-ર૦ર૪થી ડિસેમ્બર-ર૦ર૪ દરમિયાન વિવિધ તબક્કે સંભવતઃ અંદાજે ર૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી થશે, તેવી જાહેરાત પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટેડ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-૨૦૨૪થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે ૨૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહતત્ત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.

પ્રવક્તા મંત્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ ઉમેદવારો) ની ૧૨૦૦ જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત ૨૨૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. ૦૧/૦૮/૨૦૨૪ રહેશે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (ટાટ હાયર  સેકન્ડરી  પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે ૪૦૦૦ જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે ૭૫૦ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ૩૨૫૦ જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. ૦૧/૦૯/૨૦૨૪ રહેશે.

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્?ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ ૩૫૦૦ જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.૦૧/૧૦/૨૦૨૪ રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (ટાટ સેકન્ડરી પાસ ઉમેદવારો)ની ૫૦૦ જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (ટાટ સેકન્ડરી પાસ ઉમેદવારો)ની ૩૦૦૦ જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-૨ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૭૦૦૦ જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. ૦૧/૧૧/૨૦૨૪ રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-૨ પાસ ઉમેદવારોની અંદાજે ૬૦૦ જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. ૦૧/૧૧/૨૦૨૪ના રોજ જાહેરાત કરાશે.

આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-૧ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૫૦૦૦ જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-૧ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૧૨૦૦ જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.૦૧/૧૨/૨૦૨૪ના રોજ જાહેરાત થશે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, ટેટ-૧ અને ટેટ-૨ ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં ટેટ-૧માં વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટેટ-૨ માં ૨૦૧૧ થી ૨૦૨૩ સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આ ભરતી બાદ ૨૦૨૩માં ટેટ-૧ અને ટેટ-૨ પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી ૫ વર્ષ અથવા તો એનસીટીઈ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

એટલું જ નહીં, વર્ષ-૨૦૨૩ પહેલા ટેટ-૧ અને ટેટ-૨ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-૨૦૨૩ પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. ૨૯-૦૪-૨૦૨૩ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ-માધ્યમિક અને ટાટ-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ ૨૦૨૩માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh