Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયાથી લોકો પરેશાનઃ મહત્ત્વના કામોમાં અવરોધ

અત્યારે ઘણાં બધા સરકારી-સામાજિક કામો નેટવર્ક પર નિર્ભર

રાવલ તા. ૪: જામરાવલ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયા અવિરત ચાલુ રહેતા ઘણાં બધા લોકોના પારિવારિક-સમાજિક અને સરકારી કામોમાં પણ અવરોધ ઊભો થઈ રહ્યો છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.

અત્યારે મોબાઈલ નેટવર્ક પર ઘણાં બધા વ્યવહારો નિર્ભર છે, ત્યારે મોબાઈલ નેટવર્કના અભાવે લોકો લાચારી અનુભવી રહ્યા છે. રાવલ પંથકમાં જિયો નેટવર્કના સંખ્યાબંધ ગ્રાહકો છે અને તેના નેટવર્કના સર્વાધિક ધાંધિયાના કારણે લોકો અકળાઈ ઊઠ્યા છે.

આ વિસ્તારમાં જો અન્ય નેટવર્કના મોબાઈલ ફોન આવતા હોય અને ઈન્ટરનેટ પકડાતું હોય તો આ કંપનીના નેટવર્કના ગ્રાહકોને કેમ હાલાકી ભોગવવી પડી રહી છે, તેની તપાસ સ્વયં કંપનીએ પણ કરવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને લોકો નેટવર્ક બદલવા લાગે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરીને ગ્રાહકોની ફરિયાદ દૂર કરાશે, તેવી આશા રખાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh