Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કેટલાક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર

કોલેરાના પાંચ-છ કેસ નોંધાયા પછી

જામનગર તા. ૩: જામનગરમાં કોલેરાના અડધો ડઝન કેસ નોંધાતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટૂકડી જામનગર દોડી આવી હતી. બીજી તરફ અસરગ્રસ્ત વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જામનગરમાં થોડા દિવસ પહેલા પાંચથી છ કેસ કોલેરા પોઝિટિવ નોંધાયા હતાં, જો કે તમામની તબિયત સારી થતા રજા આપી દેવામાં આવી હતી.

બીજી તરફ ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ ગઈકાલે જામનગરમાં આવી પહોંચી હતી અને મ્યુનિ. કમિશનર ડી.એન મોદીની ચેમ્બરમાં તેમણે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો કર્યા હતાં.

આ બેઠકમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી, જી.જી. હોસ્પિટલના તબીબી અધિકારી ડો. દિપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ, જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, જી.જી. હોસ્પિટલના સિનિયર તબીબો ડો. મનિષ મહેતા, ડો. ભદ્રેશ વ્યાસ, ડો. એસ.એસ. ચેટર્જી સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ પછી આરોગ્ય વિભાગની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું કે, ક્લોરીનવાળુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં સાવચેતી માટે પાણી શક્ય હોય તો ઉકાળીને પીવું, બરફ/પાણીપુરીનું સેવન કરવું નહીં.

જ્યારે જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા કોલેરાના કેસવાળા વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધરારનગર, લાલખાણ, ખોજાવાડ, રવિપાર્ક, બેડીબંદર, રિંગ રોડ, વગેરેનો સમાવેશ થાય છે, અને કોલેરાના નિયંત્રણ અધિકારી તરીકે ડીએમસીએ નિમણૂક કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh